આશરે 500 વર્ષ પૂર્વે એક સમય એવો હતો બધાને ભારત આવવાનું મન થતું હતું. વાસ્કો-ધ-ગામા કોલમ્બસ હોય કે અન્ય કોઇ પણ હોય ગમે તેવા જોખમને ખેડીને પણ ભારત આવવા નીકળી પડતા હોઇ તે સમયે હજારો જહાજ ભારતની વાટ પકડતા હતા. આ બધાને કોઇ પણ રીતે ભારત પહોંચવું હતું કારણ કે તે સમયે ધરા ઉપરનું સૌથી સમૃદ્ધ અર્થતંત્ર ભારત હતું. છેલ્લા 250 વર્ષમાં પીછેહઠ થવા લાગી અને હાલત તે થઇ કે એક સમયે બધાને ભારત આવવું હતું અને હાલમાં બધા ભારત છોડવા ઇચ્છે છે.
ફરી અેક વખત તેવો સમય પાકી ગયો છે કે આપણે તેવી સ્થિતિ સર્જીએ કે જેમાં બધાને ભારત આવવાની ઇચ્છા થાય. બધા ભારત આવે કે પછી બધા ભારત છોડી જાય તેવી સ્થિતિ કેવી રીતે સર્જવી તે આપણે જ નક્કી કરવાનું છે. બધાને ભારત આવવાનું મન થાય તેવી સ્થિતિ સર્જવા માટે આપણે જુંતા કેવી રીતે કાઢીને ગોઠવવા, રસ્તા ઉપર કેમ ચાલવું કે વાહન હંકારવું, લોકો સાથે કેમ વાત કરવી તેને સ્પર્ષતી સંસ્કૃતિને ચોમેર ફેલવવાની જરૂર છે. એક વખત આમ થશે (અને આપણે તેમ કરવાની જરૂર પણ છે) તો લોકોને ભારત તરફ વળવાનું મન થશે જ.
બીજે ક્યાંયના જઇ શકાતું હોય તેઅો જ અહિંયા રહે તે તો જેલવાસ ગણાય. જો કોઇ ઇચ્છાથી અહિં આવે તો તે ઘર અને રાષ્ટ્ર ગણાય. આજનો સમાજ પરિવર્તન કે સંક્રમણ અવસ્થામાં છે અને અર્થતંત્રના એકથી બીજા તબક્કામાં આગળ વધી રહ્યો છે.આવનારા વર્ષોમાં નાટ્યત્મક રીતે આમ થવાનું છે આપણે આશા રાખીએ કે આવી સ્થિતિ ગ્રામિણ વિસ્તારોમાં પ્રવર્તે અને તેમ થશે જ. જો આપણે તેને અનુરૂપ અને સગવડાદાયી બનાવીશું તો તેમ થઇને જ રહેશે. પરિવર્તનની આ અવસ્થા ગ્રામીણ વિસ્તારોમાં સગવડદાયી નહીં હોય તો બળજબરીપૂર્વક અને પીડાદાયી રીતે થશે પણ થશે ખરી.
વિશ્વભરની રોકાણ પ્રક્રિયા અને નાણાકીય વ્યવસ્થા ભારતને બાજુએ રાખતી આવી છે કારણ કે આપણા ભ્રષ્ટાચાર, બિનકાર્યદક્ષતા, શરૂ કરેલું કામ પૂરી નહીં કરવા તથા ગૂંચવાડો ઉભો કરવાના વલણથી આ બધાને ડરલાગે છે. જો કે આવી છાપ હવે ધીરે ધીરે બદલાઇ રહી છે અને નાણા બજારો હાલમાં ભારત તરફ વળી રહ્યા છે. તમે જોશો આ બધું જ ઝડપથી બદલાશે અને તેમ થઇને જ રહેશે.
જ્યારે આર્થિક સ્થિતિ બદલાતી હોય ત્યારે આપણે સમાજમાં પણ અત્યંત નાટ્યાત્મક સાંસ્કૃતિક ફેરફાર માટે સાબ્દા રહેવું જ રહ્યું. સમાજમાં વ્યક્તિગતોને તેમને પસંદ પડે તેમ કરવાની છૂટ હોય તો આવા વ્યક્તિગતો યોગ્ય પસંદગી કરે તેવી જાગૃતિ પ્રદાન કરવામાં આવે તે પણ તેટલું જ મહત્વનું છે. આર્થિક સમૃદ્ધિની પાછળ પાછળ અગણિત સમસ્યાઅો અને શાપિત સ્થિતિ પણ આવતી હોય છે. કારણ કે યોગ્ય પસંદગી કરવાની વ્યક્તિગત જાગૃતિનો અભાવ પ્રવર્તતો હોય છે.
માનવ સમૃદાયની આર્થિક પ્રગતિ નહીં પરંતુ માનવસહજ કલ્યાણની અપૂર્તિની વાત આવે છે ત્યારે સામાન્ય રીતે જે તે રાષ્ટ્ર કે સમાજની પેઢી અનિશ્ચિતતાથી પીડાતી હોય છે અને સાચી પસંદગી કરી શકતી નથી. દૃષ્ટાંત રૂપે લઇએ તો અમેરિકા હાલમાં આ જગતનો સૌથી સમૃદ્ધ દેશ છે પરંતુ 1930ના દાયદામાં તે ખરાબ કાળમાંથી પસાર થયો હતો અને તેના નાગરિકોને ખાવાના પણ સાંસા પડે તેવી હાલત હતી. તે પછી બીજું વિશ્વયુદ્ધ આવી પડ્યું અને લાખો લોકો મોતના ખપ્પરમાં હોમાયા યુદ્ધ પછીના કાળની પેઢીએ તનતોડ મહેનત કરી અને ગાડી ફરી પાટા ઉપર ચઢ્ઢી પણ ગઇ. 1960ના દાયકામાં આર્થિક પ્રગતિ પણ અનુભવાઇ પરંતુ તે પેઢીના લોકો ખોટી પસંદગી કરી ચૂક્યા કે કરવા લાગ્યા જેના પરિણામ સ્વરૂપ આશરે 15 કે વીસ વર્ષમાં ડ્રગ્સ આલ્કોહોલ અને અન્ય દુષણોથી સમાજ અને સમગ્ર રાષ્ટ્રની ગાડી પાટા ઉપરથી ઉથલી પડી. ત્યારબાદ 1970થી 1980ના દાયકામાં ફરી પાછું બધું ઠરીકામ થઇ ગયું.
લોકોને યોગ્ય કે સાચી પસંદગી માટે જરૂરી જાગૃતિ પ્રદાન કરવાનો એક માર્ગ આધ્યાત્મિક પ્રક્રિયા છે. આધ્યાત્મિક પ્રક્રિયાની હાજરીમાં સમૃદ્ધિના રાહે આગળ વધતો વ્યક્તિગત મગજ ગુમાવતો નથી જે મહત્નું છે. ગરીબી એ મોટી સમસ્યા છે પંરતુ એક વખત તેની ચુંગાલમાંથી મુક્ત થઇને આપણે આગળ વધતા હોઇએ છીએ ત્યારે ઘણા બધા લોકો મગજ ગુમાવીને ખોટી પસંદગી કરીને બીજી જ સમસ્યામાં સપડાતા હોય છે. વંચિત વસ્તી અને અને ઘણાબધાની ઝંખના રાખતા લોકોના દેશમાં આર્થિક પ્રગતિ આવે અને લોકો તેનો આનંદ માણે તે આપણને બધાને ગમશે.
આર્થિક પ્રગતિ તો મોટા પાયે અને સાચી દિશામાં થઇ રહી છે પરંતુુ સાંસ્કૃતિક, સામાજિક, અને વ્યક્તિગત ધોરણે જે તું જોઇએ કે થવાનું હોય તે ઝડપી નહીં તો સમાન સ્તરે અને ગતિએ થવું જોઇએ. જો આમ નહીં થાય તો સારૂં અર્થતંત્ર કલ્યાણના બદલે વધારે પીડા લાવનારૂં નીવડશે. આપણ આમ તેવી રીતે કરવાનું છે કે શેરીઅોમાં ચાલતા લોકો તેની બાજુવાળા માટેની ચિંતા અને જાગૃતિ સાથે ચાલે. શાંતિપૂર્વક અને સંયમ સાથે આવું સતત થતું રહે તે જરૂરી છે. તમે જે કાંઇ હો તે માટે તમારે સતત જગૃત રહેવાનું છે. તેમે જો કોઇ પ્રવૃતિ કરો તેના પ્રસાર માટે તમારે જોતા રહેવાનું છે.
આમ થશે તો સમગ્ર જગત બદલાઇ જશે લોકોએ વધારે ધ્યાનપૂર્વક અને સ્પષ્ટ પણે વિચારવાની જરૂર છે. લોકોની વિચારધારા તેમના રંગ જાતિ કે ધર્મથી પ્રભાવિતના થાય તે મહત્વનું છે. લોકો સીધેસાદી વિચારધારા અપનાવતા થાય તે શકય બનાવવામાં આધ્યાત્મિક પ્રક્રિયા અને અસરકારક અને મજબૂત સાધન બની શકે છે.
– Isha Foundation