સદગુરુ – આજનું આધુનિક વિજ્ઞાન સમસ્ત અસ્તિત્વને ધ્રૂજારી સ્વરૂપે જુએ છે અને જ્યાં ધ્રૂજારી હોય ત્યાં અવાજ થવાનો જ. સમગ્ર અસ્તિત્વ કે સૃષ્ટિ એ અવાજના જટિલ મિશ્ર સમૂહ કે મેળાવડા સમાન છે. જેને જે તે અવાજની એકરૂપતા સમજાતી નથી તેના માટે જે તે અવાજ એ ઘોંઘાટ છે કારણે તે તેને ટુકડે ટુકડે સાંભળે છે. જો કોઇ અવાજને એકરૂપે અને તલ્લીનતાથી સાંભળે તો બધું જ સંગીત છે.
યોગના એક સ્વરૂપમાં તાર્કિક રીતે માનવશરીરને શીવનું ડમરું વર્ણવાયું છે. શીવની સાથે હંમેશા ડમરું રહેતું કારણ કે ડમરું એ જીવનની લયબદ્ધતાનું પ્રતિક છે. તમે દોડમાં દોડો છો, તમે ગભરાયેલા કે પછી વધુ ઉત્સાહિત હો છો ત્યારે તમને તમારા મગજમાં ધન, ધૂન કે ધૂન ઝૂન જેવો ધણગણાટ સંભળાય તેવું બને છે. આ શરીરનો લય છે. માનવ શરીરની પ્રત્યેક પ્રાણિક નાડી અને તંતુ તેની પોતાની ધૂન ધરાવે છે. પ્રત્યેક ચક્રમાં તેનો પોતાનો અવાજ હોય છે. અવાજ શું છે અને તમારું સ્વરૂપ શું છે તે બે અલગ અલગ બાબત છે. અવાજ અને સ્વરૂપ અંગેનું પૂર્ણ વિજ્ઞાન છે જે અલગ અલગ અવાજના ગણગણાટને પારખે છે અથવા જે તે વ્યવસ્થા સાથે થતા અલગ અલગ અવાજની અસર તળે હોય છે.
પ્રત્યેક નાના અવાજની પણ ચોક્કસ અસર હોય છે. તમે ચોક્કસ પ્રકારનો અવાજ સાંભળો છો તો તને ચાહક બનો છો, અન્ય કેટલાક અવાજ તમને આનંદિત, તો અન્ય કેટલાક અવાજ તમને ગુસ્સે પણ કરતા હોય છે. કોઇપણ અવાજ તમારા શરીરતંત્રના રસાયણ કે સંરચનામાં ફેરફાર કરતા હોઇ તમે જે કાંઇ અવાજ સાંભળો છો કે અવાજ કરો છો તેની તમારા ઉપર અસર થતી હોય છે.
ભારતીય શાસ્ત્રીય સંગીત ગણિતકીય ચોક્કસતા ધરાવે છે તથા કયો અવાજ શું કરી શકે તે બાબત પણ સ્વીકારે છે. તમે અવાજની યોગ્ય ગોઠવણ કરી શકો તો તેનાથી જે તે પરિસ્થિતિ તથા લોકો ઉપર અસામાન્ય અસર થતી હોય છે.
ભારતમાં સંગીતકારો અંગેની વિદ્વતાની અનેક વાતો છે. મહાન સંગીતકારો પૈકીના એક તાન્સેન થઇ ગયા. એવું કહેવાતું આવ્યું છે કે તાન્સેન ગાતા હતા ત્યારે તેમના સંગીતથી દીપ પ્રગટાવી શકાતા હતા. આ કાંઇ અતિશયોક્તિ ના હોઇ શકે. તાન્સેન દ્વારા આમ થયું કે નહોતું થયું તે આપણે જાણતા નથી પરંતુ વાસ્તવિક થિયરીમાં જો તમે સંગીતને વિજ્ઞાન તરીકે જોશો તો તે શક્ય છે કે અવાજના માધ્યમથી તમે જેની કલ્પના પણ ના કરી હોય તેવું થઇ શકે છે.
સમય જેવા આપણા કેટલાક કાર્યક્રમોમાં ‘શીવ’ માત્રનો ઉચ્ચાર લોકોને સંપૂર્ણતયા અલગ જ અનુભૂતિના સ્તરે પહોંચાડી દેતો હોય છે. તમારા પોતાના જીવનના અનુભવમાં જો તમે સંગીતમાં રૂચિ ધરાવતા હો તો સંગીત તમારા માટે અનેક દરવાજા ખુલ્લા કરી શકે છે. શાસ્ત્રીય સંગીતમાં પ્રત્યેક રાગ, ધૂન અવાજ અને અન્ય તમામનો જે રીતે ઉપયોગ કરાય છે તેમાં જો તમે તલ્લીન થઇ શકો તો તેવા એકાગ્ર સંગીત શ્રવણથી તમારામાં ધ્યાનમગ્નતા આવી શકતી હોય છે. સંગીતની સંસ્કૃતિ આ રીતે જ રચાયેલી છે. સંગીતમાં તમે જે કાંઇ રજૂ કરો છો તે તમારી જાગૃતિ વધારવા માટે જ છે.
ઘણા લાંબા સમયથી ભારત તરફ મીટ માંડતા આવેલાઓ ભારતને એક શક્યતા તરીકે જોતા આવ્યા છે કારણ કે ભારત અને સમસ્ત સંસ્કૃતિને આધ્યાત્મિક પ્રક્રિયામાં ફેરવવાનો અદ્વિતિય પ્રયોગરૂપ છે. ભારતમાં જન્મ્યા પછી તમે તમારી કારકિર્દી, તમારો પોતાનો પરિવાર અને ઘણુંબધું ઉભું કરવા છતાં તમારું જીવન મૂળભૂત રીતે તમે સર્વોચ્ચ મુક્તિને પામો તેવા ધ્યેય સાથેનું હોય છે. મુક્તિના લક્ષ્ય સાથેની ભારતીય સંસ્કૃતિમાં સંગીત, નૃત્ય કે અન્ય જે કાંઇ તમે કરો છો તે મનોરંજન માત્ર નહીં પરંતુ આધ્યાત્મિક પ્રક્રિયા છે. ભારતીય શાસ્ત્રીય નૃત્યકળામાં તમે તો મુદ્રાનો યોગ્ય ઉપયોગ કરો તો તે તમને ધ્યાનાવસ્થામાં લઇ જાય છે. તે જ પ્રમાણે શાસ્ત્રીય સંગીતમાં તલ્લીન થઇ શકનાર સંત જેવા છે. બેસવું ઉભા રહેવું, ખાવું તે પણ જાગૃતિના ઉચ્ચે સ્તરે જવાની સાધના છે.
– Isha Foundation