સદગુરુ – આ જગતમાં માનવજીવનને જે અદભૂત ક્રાંતિ, હલનચલન કે ચીજો થકી બદલવામાં આવ્યું તે કાંઇ સ્વર્ગમાંથી ધડાકાભેર ટપકેલું નથી. મુઠ્ઠીભર માણસો દ્વારા ધ્યાન આપીને જે નાની નાની બાબતો, ચીજો કે કામો કરવામાં આવ્યા તેનાથી આ અદભૂત પ્રક્રિયા ખીલી ઉઠી.
જો તમે પર્યાપ્ત ધ્યાન અને ઉર્જા પ્રદાન કરશો તો માનવ હૃદયના ધબકાર માનવમાત્રના વિચારો અને લાગણી – સમગ્ર જગતને પ્રેરણા આપી શકે છે. દૃષ્ટાંતરૂપે કહીએ તો ગાંધીજીની ચળવળ કે આંદોલન મુઠ્ઠીભર માણસો દ્વારા જ શરૂ થયું હતું. આ મુઠ્ઠીભર લોકોની ચળવળ થોડાક જ સમયમાં લાખો લોકો સુધી પ્રસરીને મહાઆંદોલનમાં પરિણમી હતી.
સામાન્યતઃ મોટાભાગના લોકોમાં કોઇ પણ ચીજ, બાબત કે કામ પરત્વે સતત ધ્યાન આપવાની ઉત્કટ લાગણી હોતી નથી. આવા લોકો કોઇ પણ બાબતે અવરોધિત ધ્યાન આપતા હોય છે કે, બેધ્યાનપણે ધ્યાન આપતા હોવાથી આવી કોઇ પણ પ્રવૃત્તિ કે કામ ગતિશીલ બની શકતા નથી.
મોટાભાગના લોકો ચીલાચાલુ જીવન જીવતા હોય છે કારણ કે, તેઓ બધી બાબતે કંજૂસ અથવા ક્ષુદ્ર વિચાર ધરાવતા હોય છે. આવા લોકો તેમનુ વ્યક્તિત્વ પૂર્ણતયા પ્રદર્શિત કરી શકતા નથી, નિખાલસ અને ખુલ્લામનનું હાસ્ય પણ વેરી શકતા નથી. તમે તમારા પોતાના માટે આટલી હદે કંજૂસ હો તો જીવન પણ તમારા પરત્વે કંજૂસ જ રહેવાનું. તમને બાંધી કે મર્યાદિત રાખતા કશાક દ્વારા તમને ગળી જવાય તે હદનું તત્કાળ કોઇ જોખમ નથી. તે એક ગણતરી છે. કંજૂસ કે ક્ષુદ્ર વિચારધારા માણસની ગણતરીઓ બંધન કે સીમાવિહોણી હોય છે, તે સતત ચાલતી જ રહેતી હોય છે. આવા લોકોને કશાકનું ફળ મળ્યું હોય તો તેઓ તેના લાખો ટુકડા કરીને એકાદો ટુકડો કોઇકને આપવા જશે પરંતુ કોઇ ફળના લાખો ટુકડા કરવા જતાં અડધો જન્મારો વીતી જતો હોય છે.
સામાન્યતઃ માનવજીવનમાં આવું જ બનતું હોય છે. એકાદો ટુકડો બીજાને આપવામાં માણસોનો આખો જન્મારો વીતી જતો હોય છે. જે કોઇ વ્યક્તિ પૂર્ણતયા આપી જાણે છે તે વ્યક્તિ જ જીવન પૂર્ણતયા માણી શકે છે, અન્યો તે જાણી સમજી શકતા જ નથી. જ્યારે લોકોને કશુંક લેવાનું કે પામવાનું હોય ત્યારે ત્યારે બધા જ તર્ક ભૂલી જતા કે ગુમાવતા હોય છે. જ્યારે તેમણે કશુંક આપવાનું હોય ત્યારે તેઓ પૂર્ણતયા તર્કબદ્ધ થઇ જતા હોય છે. બધી જ બાબતે આવી વધારે પડતી ગણતરીએ માનવીને સુગંધીદાર ફૂલના બદલે આસપાસ કાંટાળી હાલતવાળો બનાવ્યો છે. લોકો મને એક પ્રશ્ન પૂછતા રહે છે કે આપણે બધા એક જ સ્ત્રોતમાંથી આવ્યા હોવા છતાં કોઇ ફૂલ જેવા સુગંધીદાર અને બીજા તેવા કેમ નથી હોતા? આમ થવાનું સાદું કારણ તે છે કે બીજા પ્રકારના લોકો ભવિષ્ય માટે બચાવવાની મથામણમાં પડેલા હોય છે. આવા લોકોની હાલત એવા શ્વાન જેવી છે જે તેને મળેલા હાડકાં આમ તેમ સંતાડ્યા કરે અને પછી આ હાડકાં ક્યાં ગયા તે ભૂલી જતો હોય, લોકોએ પણ અદભુત કુદરતને આવી જ રીતે સંતાડી દીદી હોય છે પછી તેને વીસરી જતા હોય છે. તમે કોઇ જહાજને બંદર કે ગોદી ઉપર લાંગરેલું રાખશો તો તે સલામત જ રહેશે પરંતુ કમનસીબે કોઇ પણ જહાજ બંદર-ગોદી ઉપર લાંગરવા માટે બનાવાતું નથી. જહાજને તો સાગર જ ખેડવાનો હોય.
જે લોકો પોતાને સુરક્ષિત રાખવા તથા તેમની પાસે જે કાંઇ હોય તે ભવિષ્ય માટે સુરક્ષિત રાખવા મથતા હોય તેમને વર્તમાન રહ્યો જ ના હોય તો તેમના માટે ભવિષ્ય ક્યાંથી આવશે? જો તમે વર્તમાનને જ ગુમાવી રહ્યા છો કે માણી શકતા નથી તો ભવિષ્ય આવે ત્યારે તમે ભવિષ્ય પણ નહીં માણી શકશો, ચૂકી જશો નહીં તેવું તમે કઇ રીતે વિચારી શકો?
ગૌતમ બુદ્ધ વિષે એક સાચી નહીં પણ સુંદર વાર્તા છે. ગૌતમ બુદ્ધને નિર્વાણ સંપન્ન થતાં તેઓ અંતિમ મુક્તિના દરવાજા તરફ આગળ વધ્યા ત્યારે તેમની પીઠ દરવાજા તરફ હતી. દરવાજા તરફ મોં નહીં પીઠ સાથે સાથે આગળ વધ્યા તો તેમને પ્રશ્ન કરાયો કે ગૌતમ આવું શા માટે? શું તમારા માટે જીવનભર આ જ સમસ્યા રહી હતી? આ જગતમાં બધાને રાજા બનવું છે, ખૂબ ધન કમાઇને મહેલમાં રહેવું છે. ત્યાં પણ તમે પારોઠના પગલાં ભરી શકો છો. રાજામાંથી રંક બની તમે મહેલમાંથી ઝૂંપડીમાં પણ જઇ શકતા હો છો. હવે જ્યારે તમે સારૂં કર્યું અને અમે તમારા માટે મુક્તિના દરવાજા ખોલ્યા ત્યારે તમે પીઠ બતાવો છો. ગૌતમ બુદ્ધે આ પ્રશ્નના જવાબમાં જણાવ્યું કે, મારો ઇરાદો મુક્તિના દરવાજામાં પ્રવેશવાનો નથી એટલે જ હું બીજે નજર દોડાવું છું. હું મારા પહેલાં બીજા બધા આ દરવાજામાં પ્રવેશે તેમ ઇચ્છું છું. મારે કોઇ ઉતાવળ નથી. અન્યોના પ્રવેશ પૂર્વે હું જાંઉ તે મને સારૂં લાગતું નથી.
લોકો તેમના મન મગજથી કોઇ દરિદ્રતાથી પોતાને અલગ કરવા તત્કાળ નિરાકરણ મેળવવા મથતા હોય છે. તમારામાંના કેટલા લોકો છેલ્લા 24 કલાકમાં આંખમાં આંસુ આવી જાય તે હદે ખિલખિલાટ હસ્યા છો? હસવા માટે પણ તમે આટલા કંજૂસ છો? તમારી આંખના થોડાક આંસુથી તમારૂં શરીર પાણીવિહોણું થઇ જશે નહીં. અહિંયા સમસ્યા ગણતરીની છે.
જો તમે અહિંયા શ્વાસોચ્છવાસ અને વસવાની પ્રક્રિયામાં તમારી જાતને તલ્લીન બનાવશો તો તમારી પાસે દરેક સમસ્યાનું નિરાકરણ હશે. ગણતરી સાથે વિલિનીકરણ થતું નથી. જીવનની પ્રત્યેક પળ આપવા માત્રથી વિલિનીકરણ થાય છે. આપવાની પ્રક્રિયા નહીં હોય તો તમે વિલિન થઇ નહીં શકો અને કોઇ નિરાકરણ પણ નહીં હોય.
મારે આ કરવું છેઃ આગામી 24 કલાકમાં તમારે માત્ર આપવાની એક પળ જાણવી રહી. તમારે એવી રીતે આપવાનું છે કે જેથી તમારામાંનું બધું જ ઓગળી જાય. 24 કલાકમાં આપવાની એક પળ, શું તમે આમ કરી શકો છો?
– Isha Foundation