Gang jailed for 119 years in cocaine and £24 million laundering operation
Picture: SEROCU

એક ટન કોકેઈનના સપ્લાય અને £24 મિલિયનના લોન્ડરિંગમાં સંડોવણી બદલ સંદીપ રાવની આગેવાની હેઠળ નેટવર્ક ચલાવતા હાઈ વીકમ્બના આઠ સભ્યોને એઇલ્સબરી ક્રાઉન કોર્ટ દ્વારા 110 વર્ષથી વધુની જેલની સજા કરવામાં આવી હતી.

કોર્ટે સાંભળ્યું હતું કે આ ઓરગેનાઇઝ્ડ ગેંગે જાન્યુઆરી અને સપ્ટેમ્બર 2020 વચ્ચે 1000 કિલો કોકેઈન, 50 કિલો હેરોઈન અને £24 મિલિયનના લોન્ડરિંગનું આયોજન અને સપ્લાય કરવા માટે એનક્રિપ્ટેડ કોમ્યુનિકેશન પ્લેટફોર્મનો ઉપયોગ કર્યો હતો. સાઉથ ઈસ્ટ રિજનલ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ યુનિટ (SEROCU) દ્વારા કરવામાં આવેલી તપાસ બાદ તેનો પર્દાફાશ કરાયો હતો.

સંદીપ રાવની આગેવાની હેઠળનું આ નેટવર્ક, હાઈ વીકમ્બની રટલેન્ડ સ્ટ્રીટના એક એપાર્ટમેન્ટમાંથી ગુનાહિત કામગીરી ચલાવતું હતું. આ ‘સેફ હાઉસ’નો ઉપયોગ કોકેઈન તેમજ લાખો પાઉન્ડનો સંગ્રહ કરવા માટે કરાતો હતો. રાવે દુબઈમાં એક સપ્લાયર સાથે સીધું જોડાણ કર્યું હતું અને સાપ્તાહિક ધોરણે કોકેઈનના મલ્ટિ-કિલો કન્સાઈનમેન્ટનો ઓર્ડર આપ્યો હતો અને ગ્રાહકોના વ્યાપક નેટવર્ક દ્વારા સમગ્ર યુકેમાં આગળના પુરવઠાની વ્યવસ્થા કરી હતી.

રાવના જમણા હાથ સમાન શહઝાદ હુસૈન સેફ હાઉસને નિયંત્રિત કરતો હતો તથા હેરોઈનના વિતરણનો વડો પણ હતો. રાવ અને હુસૈનના ડેપ્યુટી તરીકે એડવિન કપૂર કામ કરતો હતો. હરદેવ થીંડ ગેંગનો વિશ્વાસુ કુરિયર હતો. અઝહર હુસૈન એક કુરિયર, કાઉન્ટર અને કેશનો કેરટેકર હતો. તેણે ક્લાસ એ દવાઓના સપ્લાયમાંથી મળેલી આવકમાંથી £1 મિલિયન કરતાં ઓછી રકમનું લોન્ડરિંગ કર્યું હોવાનું જણાવ્યું હતું.

અન્ય એક કુરિયર રાજ સીચર્ને ડ્રગ્સના પરિવહન અને અન્ય ગુનેગારો પાસેથી રોકડ મેળવવાનું કામ કરતો હતો. તેની 14 મે, 2020 ના રોજ ધરપકડ કરાતા તેની પાસેથી 7 કિલો કોકેઈન મળ્યું હતું.

ઇયાન હાર્પરે રાવના નેટવર્કમાંથી ઓછામાં ઓછું 18 કિલો હેરોઇન ખરીદ્યું હતું. તો એન્જેલા હાર્વે એક કેશ કુરિયર હતી અને ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ નેટવર્ક અને સેફ હાઉસ વચ્ચે મોટી રકમ પહોંચાડતી હતી. તેણે ક્લાસે એ A દવાઓના સપ્લાયમાંથી મળેલી આવકમાંથી £200,000 લોન્ડર કર્યા હોવાનું જણાયું હતું.

આ અગાઉ વેશાલ મદલાનીને ગુનાહિત કાવતરામાં તેની ભૂમિકા બદલ ગયા વર્ષે 21 ઓક્ટોબરે પાંચ વર્ષ અને ત્રણ મહિનાની જેલની સજા ફટકારવામાં આવી હતી.

જેલની વિગત

  • સંદીપ રાવ, ઉ.વ. 47, ક્વીન સ્ટ્રીટ, મેડનહેડ – 24 વર્ષ અને બે મહિનાની જેલ.
  • શહઝાદ હુસૈન, ઉ.વ. 50, લેબર્નમ રોડ, હાઈ નિકમ્બ – 23 વર્ષ અને સાત મહિનાની જેલ
  • એડવિન કપૂર, ઉ.વ. 48, મેરિક રોડ, સાઉથોલ – 18 વર્ષ અને 11 મહિનાની જેલ
  • હરદેવ થીંડ, ઉ.વ. 44, હેસ્ટન એવન્યુ, હન્સલો – 14 વર્ષ અને બે મહિનાની જેલ.
  • રાજ સીચુર્ન, ઉ.વ. 41, વેલેસબોર્ન ક્રેસન્ટ, હાઈ વિકમ્બ – 7 વર્ષ અને છ મહિનાની જેલ
  • અઝહર હુસૈન, ઉ.વ. 53, ધ પાર્સન્સ, હાઈ વિકમ્બ – 4 વર્ષ અને એક મહિનાની જેલ
  • ઇયાન હાર્પર, ઉ.વ. 33, જ્યુબિલી ક્લોઝ, હાર્વિચ – 15 વર્ષ અને નવ મહિનાની જેલ.
  • એન્જેલા હાર્વે, ઉ.વ. 39, ગોમ પ્લેસ, હાઇ વિકમ્બ, 18 મહિનાની જેલ.

LEAVE A REPLY