શિક્ષકા સબીના નેસાની હત્યાના આરોપસર રવિવારે સસેક્સના ઇસ્ટબોર્નમાંથી ધરપકડ કરાયેલા અને મંગળવારે વિલ્સ્ડન મેજિસ્ટ્રેટ કોર્ટમાં હાજર કરાયેલા 36 વર્ષીય કોસી સેલામજે ત્રણ મિનિટની સુનાવણી દરમિયાન પ્રાથમિક શાળાની શિક્ષિકા સબીના નેસાની હત્યા કરી હોવાનો ઇનકાર કર્યો હતો.
વાદળી માસ્ક અને ગ્રે ટ્રેકસુટ પહેરીને આવેલા કોસી સેલામાજે કોર્ટમાં સુનાવણી વખતે તેના નામ, સરનામા અને જન્મ તારીખની પુષ્ટિ કરવા માટે જ વાત કરી હતી. તેણે બે ડોક ઑફિસર સાથે ઝપાઝપી કરી હતી અને ભરચક કોર્ટ રૂમમાં આસપાસ જોતો હતો. કોર્ટના કારકુન દ્વારા હત્યાનો એક જ આરોપ વાંચવામાં આવ્યો હતો.
અલ્બેનિયન નાગરિક પર 17 સપ્ટેમ્બરના રોજ સાઉથ ઇસ્ટ લંડનના કિડબ્રૂકમાં કેટર પાર્કમાં 28 વર્ષની મિસ નેસાની હત્યા કરવાનો આરોપ છે.
આ કેસ ઓલ્ડ બેઇલીમાં મોકલવા વિનંતી કરાઇ હતી અને ડિસ્ટ્રીક્ટ જજ ડેનિસ બ્રેનને સેલામજને કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. તે ગુરુવારે જામીનની સુનાવણી માટે અને ત્યારબાદ, અરજીની સુનાવણી માટે 26 ઓક્ટોબરે લંડનની ઓલ્ડ બેઇલી ખાતે હાજર થશે.