Sabarmati Riverfront in Ahmedabad

ધરોઈ ડેમમાંથી 55 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવતા બુધવાર (17 ઓગસ્ટ) રાતના 8 વાગ્યાથી સાબરમતી રિવરફ્રન્ટ વોક વે બંધ જનતા માટે બંધ કરાયો હતો. આ પાણી સાબરમતી નદીમાંથી પસાર નહીં થઈ જાય ત્યાં સુધી સામાન્ય નાગરિકો માટે રિવરફ્રન્ટનું લોઅર પ્રોમિનાર બંધ કરાયું હતું.

અમદાવાદ શહેરના 9 જેટલા વિસ્તારના લોકોને સતર્ક રહેવા માટે સુચના અપાઈ હતી. આ વિસ્તારોમાં જમાલપુર, રાયખડ, પાલડી, કોચરબ, સુભાષબ્રિજ વિસ્તાર, જૂના વાડજ, નવા વાડજ, ગ્યાસપુર અને એલિસબ્રિજ પોલીસ સ્ટેશન વિસ્તારનો સમાવેશ થતો હતો. આ ઉપરાંત ધોળકાના પણ 12 જેટલા વિસ્તારોમાં અસર થઈ શકે તેમ હોઈ તે વિસ્તારોના લોકોને પણ સતર્ક રહેવા માટે જણાવાયું હતું..

ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા સાબરમતી નદીમાં પાણીની મોટા પ્રમાણમાં આવક ચાલુ થઈ હતી. ધરોઇ ડેમ ઉપરાંત નર્મદામાંથી 3 હજાર ક્યુસેક અને સંત સરોવરમાંથી પણ 12 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. તેનાથી સાબરમતીમાં પાણીનો પ્રવાહ વધતાં વાસણા બેરેજના સાત દરવાજા ખોલવામાં આવ્યા હતા.