મંગળવારે સા. આફ્રિકા સામેની ટી-20 સીરીઝ પુરી થયા પછી પ્રવાસી ટીમ ભારતમાં ત્રણ વન-ડેની સીરીઝ પણ રમવાની છે. આ વન-ડે સીરીઝ માટે ભારતીય ટીમનું સુકાન શિખર ધવનને સોંપાયું છે. ભારતની મુખ્ય ટીમ રોહિત શર્માના સુકાનીપદે ઓસ્ટ્રેલિયામાં રમાનારા ટી-20 વર્લ્ડ કપ માટે રવાના થવાની છે, તેથી સા. આફ્રિકા સામે વન-ડે સીરીઝ માટે અલગ ટીમની જાહેરાત કરાઈ છે. આ વન-ડે સીરીઝની પહેલી મેચ 6 ઓક્ટોબરે રમાશે, તો બીજી મેચ 9મી અને છેલ્લી મેચ 11મીએ રમાશે.
વન-ડે સીરીઝ માટે બે નવા ચહેરાને ટીમમાં સ્થાન આપ્યું છે, તો બાકીના માટે પોતાની કાબેલિયત બતાવવા આ સીરીઝ મહત્ત્વની તક બની રહેશે. બે નવા ચહેરામાં ફાસ્ટ બોલર મુકેશ કુમાર તેમજ બેટર રજત પાટિદારનો સમાવેશ થાય છે.
ભારતીય ટીમ: શિખર ધવન (સુકાની), શ્રેયસ ઐયર (ઉપસુકાની), ઋતુરાજ ગાયકવાડ, શુભમન ગિલ, રજત પાટીદાર, રાહુલ ત્રિપાઠી, ઈશાન કિશન (વિકેટ કીપર), સંજુ સેમસન (વિકેટ કીપર), શાહબાઝ, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, રવિ બિશ્નોઈ, મુકેશ કુમાર, અવેશ ખાન, મોહમ્મદ સિરાજ અને દીપક ચાહર.