કોરોના સામે રશિયાની વેક્સિન સ્પુતનિક-વીની મોટા પાયે ટ્રાયલ કરવાની પરવાનગી આપવાનો ભારતે ઈનકાર કરી દીધો છે. આ વેક્સિનની અસર જાણવા માટે ફાર્મા કંપની ડો રેડ્ડીઝે સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઓર્ગેનાઈઝેશન પાસે મંજૂરી માંગી હતી. જોકે આ મંજૂરી આપવાની દરખાસ્તનો સ્વીકારાયો નથી.
ઓર્ગેનાઈઝેશન કહ્યુ છે કે, પહેલા નાના પાયે તેની ટ્રાયલ હાથ ધરવામાં આવે અને પછી તેના પર આગળ વિચારણા કરશે. સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઓર્ગેનાઈઝેશનના નિષ્ણાતોનુ માનવુ છે કે, વિદેશમાં પણ આ વેક્સિનના શરુઆતી ડેટા અને સંશોધન બહુ નાના પાયા પર હાથ ધરાયા છે અને રસી માટે ભારતની ભાગીદાર દવા કંપની પાસે તેના કોઈ ઈનપુટ પણ નથી.
જોકે ભારત સરકારના ઈનકાર બાદ રશિયાની તૈયારીઓેને ઝાટકો વાગ્યો છે.કારણકે રશિયાજ્યાં કોરોનાના નવા કેસ બહુ વધારે હોય એવા દેશમાં વેક્સિનને એપ્રૂવલ મળે તેમ ઈચ્છી રહ્યુ છે.એવુ મનાય છે કે, ભારત બહુ જલ્દી અમેરિકાને પાછળ છોડીને સંક્રમણના મામલામાં દુનિયામાં નંબર વન પર આવી જશે.