સરકારની તિજારીમાંથી આવતા દરેક એક રૂપિયામાંથી 58 પૈસાની આવક સીધા અને આડકlરા કરવેરામાંથી, 35 પૈસાની આવક ઋણમાંથી, 5 પૈસાની આવક જાહેર સાહસોના હિસ્સાના વેચાણ જેવી ટેક્સ સિવાયની આવકમાંથી, બે પૈસાની આવક દેવા સિવાયના મૂડીસાધનોમાંથી થાય છે. સરકારે દરેક એક રૂપિયાના ખર્ચમાંથી સૌથી વધુ 20 પૈસાનો ખર્ચ વ્યાજની ચુકવણી માટે કરશે. આ ઉપરાંત દરેક એક રૂપિયામાંથી 17 પૈસા રાજ્યોને આપશે. સંરક્ષણ માટે 8 પૈસાનો ખર્ચ થશે. 15 પૈસાનો ખર્ચ કેન્દ્રીય યોજનાઓ માટે અને 9 પૈસાનો ખર્ચ કેન્દ્રે સ્પોન્સર કરેલી સ્કીમ માટે થશે. 10 પૈસાનો ખર્ચ ફાઇનાન્સ કમિશન અને બીજા ટ્રાન્સફર માટે તથા 8 પૈસાનો ખર્ચ સબસિડી માટે અને ચાર પૈસાનો ખર્ચ પેન્શન થશે. સરકાર અન્ય ખર્ચ માટે 9 પૈસાનો ખર્ચ કરશે.