ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીમાં વિજય બાદ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે પેટાચૂંટણીનાઆ પરિણામો વર્ષ 2022માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીનું ટ્રેલર છે. આગામી જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો, મહાનગર પાલિકાની ચૂંટણીના પરિણામનો આ સંકેત છે. કૉંગ્રેસે આ ચૂંટણીમાં ખૂબ આક્ષેપો કર્યા છે પરંતુ પ્રજાએ કોંગ્રેસને તેનું સ્થાન દેખાડી દીધું છે. અમે ફક્ત જીત્યા નથી જંગી બહુમતીથી ચૂંટણી જીત્યા છીએ.
ચૂંટણીનું પરિણામ લગભગ નિશ્ચિત થઈ જતાં ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ ભાજપ કાર્યાલય કમલમ ખાતે પહોંચ્યા હતા. ભાજપના વિજયથી ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. કમલમ ખાતે ઢોલ નગરા વાગ્યા હતા. ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં કમલમ ખાતે પહોંચ્યા હતા. કમલમ ખાતે ચારેબાજુ ઉત્સાહ ઉમંગનો માહોલ જોવા મળ્યો હતો.