ગુજરાતમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીની સરકાર 7 ઓગસ્ટ 2021ના પાંચ વર્ષ પૂરા કરી રહી છે, ત્યારે સરકારે 9 દિવસ સુધીની તેની ઉજવણી કરવાની ગુરુવારે જાહેરાત કરી હતી.
વિજય રૂપાણીની વડપણ હેઠળ યોજાયેલી કેબિનેટની બેઠક ગૃહરાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ એક પ્રેસ કોન્ફરન્સ કરીને રાજ્યભરમાં સરકારના 5 વર્ષની ઉજવણીના કાર્યક્રમો વિશે માહિતી આપી છે. તેમણે જણાવ્યું છે કે 1થી 9 ઓગસ્ટ સુધી રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમોની કોરોના ગાઇડલાઇનનું પાલન કરીને ઉજવણી કરવામાં આવશે.
ભાજપના 5 વર્ષની ઉજવણીના કાર્યક્રમોમાં જન ભાગીદારી અને જન ઉપયોગી કાર્યક્રમો ઉજવવાનો નિર્ણય કરાયો છે.
આ પાંચ વર્ષની ઉજવણી માટે શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં કમિટી રચવામાં આવી હતી. આ કમિટી સમક્ષ 1લીથી 9મી ઓગસ્ટ એમ 9 દિવસ સુધીના કાર્યક્રમોનો ડ્રાફ્ટ તૈયાર થયો છે. જેમાં મહિલા, યુવાનો, ખેડૂતો, આદિવાસી, શિક્ષણ, વિકાસ, ગરીબી ઉન્મુલન, શહેરી વિકાસ એમ વિવિધ થીમ ઉપર રોજેરોજ એક રાજ્યકક્ષાએ અને દરેક જિલ્લાઓમાં ઉજવણીની રૂપરેખા તૈયાર થઈ છે. તેના પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન- 6ઠ્ઠી ઓગસ્ટને શુક્રવારે 33 જિલ્લાઓમાં એક એક એમ 33 રોજગાર મેળા યોજીને 50 હજાર યુવાનોને નિમણૂંક પત્રો આપવાનો લક્ષ્યાંક મુકવામાં આવ્યો છે.
આ નવ દિવસના કાર્યક્રમો માટે સ્થળ હવે પછી નક્કી થશે. પરંતુ, 7મી ઓગસ્ટને શનિવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી અથવા મહાત્મા મંદિર ખાતે મેગા ઈવેન્ટનું આયોજન થશે તો નિશ્ચિત છે. જેની તડામાર તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે.