દ્વિપક્ષીય સંબંધો વધુ મોટા ટેક-ઓફ માટે તૈયાર: ઋચી ઘનશ્યામ

0
793

યુકેમાં ભારતીય હાઈ કમિશનર તરીકે સેવા આપતા ઋચિ ઘનશ્યામ આ મહિનાની શરૂઆતમાં તા. 10મી મેના રોજ નિવૃત્ત થયા હતા. કોરોનાવાયરસ લોકડાઉનને પગલે અવરોધને ધ્યાનમાં રાખીને એક વર્ચ્યુઅલ કોન્ફરન્સ કોલ દ્વારા લંડનના ઇન્ડિયા હાઉસ ખાતેથી તેમની ટીમે વિદાય આપી હતી. જોકે, તેના કામના ભારણમાં જરા પણ ઘટાડો થયો નથી કારણ કે તેમના પર અવનવા પ્રશ્નો અને વિનંતીઓનો મારો થઇ રહ્યો છે કેમ કે ભારતીય નાગરિકો માટેની પહેલી સ્વદેશી ફ્લાઇટ શનિવારે લંડનથી મુંબઇ માટે રવાના થઈ હતી. કોવિડ-19 સંબંધિત મુસાફરી પરનો પ્રતિબંધ હળવો થયા પછી ઘનશ્યામ પાછા દિલ્હી તરફ પ્રયાણ કરશે.

60 વર્ષીય ભૂતપૂર્વ રાજદ્વારી ઋચી ઘનશ્યામે પોતાની બેગ ભરીને મૂકી દઇ બધાને ગુડબાય પણ કહી દીધુ છે પરંતુ તેમને વિશ્વાસ છે કે તેમનો કાર્યકાળ એવા સમયે પૂરો થઇ રહ્યો છે જ્યારે ભારત-યુકેના સંબંધો વાસ્તવિક ટેક-ઓફ લેવા માટે તૈયાર છે.

શ્રીમતી ઘનશ્યામે વિદાય ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, ‘’ભારત અને યુકે વચ્ચે વ્યૂહાત્મક સંબંધો અને ગાઢ સંબંધ છે જે લગભગ દરેક ક્ષેત્રમાં વિસ્તરિત છે. જે આ ઘેરી કટોકટીના સમયમાં વધુ જોવા મળ્યો હતો. જ્યારે અમે એકબીજાના નાગરિકોના સ્વદેશ પાછા લાવવામાં મદદ કરવા સાથે મળીને કામ કર્યું હતુ.  યુકેને જીવન બચાવતી દવાઓની સપ્લાય કરવામાં મદદ કરી હતી અને સંસ્થાઓ અને બિઝનેસીસ વચ્ચે સહયોગ સ્થાપ્યો હતો. મને આશા છે કે અમારા દ્વિપક્ષીય સંબંધો હજી પણ વધુ મોટી ઉછાળા માટે તૈયાર છે.’’

તેઓ નવેમ્બર 2018માં યુકેમાં નિયુક્ત થયા હતા. બંને દેશોમાં જનરલ ઇલેક્શન, ઇયુમાંથી બ્રિટનના બહાર નીકળવાના ઉતાર-ચઢાવ અને અંતમાં કોરોનાવાઇરસનો દેશવ્યાપી રોગચાળો. તેથી તેમનો આ કાર્યકાળ સૌથી અસામાન્ય રહ્યો હતો. બીજી તરફ આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદી સખત મહેનત કરી રહ્યા છે અને વિદેશ પ્રધાન એસ. જયશંકર અને આખી ટીમ પણ અદ્ભૂત ફરજ નિભાવી રહી છે.

શ્રીમતી ઘનશ્યામના માર્ગદર્શન હેઠળ લંડનમાં ભારતીય હાઈ કમિશને લોકડાઉનમાં ફસાયેલા ભારતીયો માટે સપોર્ટ નેટવર્ક બનાવવા માટે ભારતીય ઉદ્યોગો, ડાયસ્પોરા અને વિદ્યાર્થીઓનાં જૂથો સહિત વર્ચ્યુઅલ મીટીંગોનું આયોજન કર્યું છે. તેમની રહેવાની વ્યવસ્થાથી લઈને ગરમ ભોજન સુધીની વ્યવસ્થા કરાઇ હતી. મિશનના ઘણા સક્ષમ અધિકારીઓએ દરેક ભારતીયને મદદ કરવાની રીત શોધી કાઢી હતી.

તેમણે ઉમેર્યું હતુ કે “અમારો પ્રયાસ દરેકને સાથે જોડાવાનો છે અને લોકડાઉનની મર્યાદામાં, શક્ય હોય ત્યાં સુધી તેમને મદદ કરી તકલીફો નિવારવા માટે પડકારોને સમજવાનો છે.” આ વર્ષે શરૂઆતમાં ગ્રાન્ટ થૉર્નટર્ન અને ફેડરેશન ઑફ ઇન્ડિયન ચેમ્બર્સ ઑફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (એફઆઈસીસીઆઈ) ના સહયોગથી ‘ધ ડાયસ્પોરા ઇફેક્ટ’ પરના પ્રથમ અહેવાલ માટે પ્રોત્સાહિત કરવામાં તેણીનો મહત્વનો ભાગ હતો. ગુરુ નાનક દેવજીની 550મી જયંતી અને મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતીની ખૂબ જ મહત્વપૂર્ણ બે મુખ્ય ઉજવણીઓ તેમના કાર્યકાળમાં કરવામાં આવી હતી.

તેઓ ટ્રેડમાર્ક સાડીમાં સજ્જ યુકેના દરેક મોટા કાર્યક્રમમાં જોવા મળતા. તેમના સંસ્મરણો લખવાની સંભાવના વિશે પૂછવામાં આવતા તેમણે જણાવ્યુ હતુ કે હજૂ તે નક્કી કર્યુ નથી.