રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ નવ ઓક્ટોબરે જણાવ્યું હતું કે ઊંચા મૂલ્યના ટ્રાન્ઝેક્શન માટે વપરાતા રિયલ ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ સિસ્ટમ (RTGS) ડિસેમ્બરથી ચોવીસે કલાક ઉપલબ્ધ કરવામાં આવશે. ડિસેમ્બર 20199માં નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ્સ ટાન્સફર ((NEFT)ને 24x7x365 ધોરણે ચાલુ કરવામાં આવી હતી.
હાલમાં RTGS સપ્તાહના વર્કિંગ દિવસમાં સવારના 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી ઉપલબ્ધ છે. દર મહિનાના બીજા અને ચોથા શનિવારે તેના પર ટ્રાન્ઝેક્શન થઈ શકતું નથી. આરબીઆઇના ગવર્નર શક્તિદાંસ દાસે જણાવ્યું હતું કે ભારતના ફાઇનાન્શિયલ માર્કેટને વૈશ્વિક બજારો સાથે જોડવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે. તેનાથી ભારતને ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સેન્ટર્સ વિકસિત કરવામાં મદદ મળશે. કંપનીઓ અને સંસ્થાઓને પેમેન્ટમાં સરળતા માટે RTGSને તમામ દિવસોમાં રાઉન્ડ ધ ક્લોક ચાલુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જુલાઈ 2019માં રિઝર્વ બેન્કે NEFT અને RTGS મારફતના ટ્રાન્ઝેક્શન પરના ચાર્જને નાબૂદ કર્યા હતા.