ફાઈઝર દ્વારા બનાવવામાં આવેલી અને સગર્ભા માતાઓને આપવામાં આવતી “ગેમ ચેન્જીંગ” રસી નવજાત બાળકોને તેમના પ્રથમ મહિનામાં શ્વસન સંબંધી બિમારી – રેસ્પીરેટરી સાયનીટીકલ વાઇરસ – RSV સામે મજબૂત રક્ષણ આપે છે તેમ જોવા મળ્યું છે.
અભ્યાસમાં જણાયું હતું કે જે બાળકોની માતાઓએ ગર્ભાવસ્થાના પ્રથમ ત્રણ મહિનામાં રસી લીધી હતી તેમના સંતાનોને રેસ્પીરેટરી સાયનીટીકલ વાઇરસ (RSV)થી ગંભીર બીમારી થવાની સંભાવના 80 ટકા ઓછી થઇ હતી. બ્રિટનમાં આ વાઇરસ દર વર્ષે 30,000 શિશુઓને હોસ્પિટલમાં દાખલ કરાય છે અને 80 બાળકોના મૃત્યુ થાય છે. વૈશ્વિક સ્તરે, RSV દર વર્ષે 100,000 બાળકોના મોત માટે જવાબદાર છે.
ગર્ભાવસ્થાના છ મહિના પછી રસી મેળવનાર 7,000 માતાઓના સંતાનોને લગભગ 70 ટકા સંરક્ષણ મળ્યું હતું. ફાઈઝર આ પરિણામોથી “રોમાંચિત” છે અને નિયમનકારોની મંજૂરી મેળવનાર છે. NHSને આશંકા છે કે આ શિયાળામાં કોવિડ-19, આરએસવી અને ફ્લૂ દ્વારા ફટકો પડી શકે છે. શિશુઓને આરએસવી સામે સીધુ રક્ષણ આપવા માટે કોઈ રસી નથી.
GSK ફાર્માસ્યુટિકલ કંપનીની RSV રસીની વૃદ્ધ દર્દીઓમાં 80 ટકા અસરકારકતા જણાઇ હતી.