મહારાષ્ટ્રના નાગપુર ખાતે રાષ્ટ્રવાદી સંગઠન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના મુખ્યમથકને શનિવાર, 31 ડિસેમ્બરે બોંબથી ઉડાવી દેવાની એક એક અજાણ્યા કોલરે ધમકી આપી હતી.
આ પછી સુરક્ષા વધારી દેવામાં આવી હતી. DCP, ઝોન III, ગોરખ ભામરેએ જણાવ્યું હતું કે પોલીસ કંટ્રોલ રૂમમાં બપોરે 1 વાગ્યે એક ફોન કોલ આવ્યો હતો. એક વ્યક્તિએ મહલ વિસ્તારમાં આરએસએસના મુખ્યાલયને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS) અને એક ડોગ સ્ક્વોડને બોલાવવામાં આવી હતી અને પરિસરની સંપૂર્ણ તપાસ હાથ ધરવામાં આવી હતી,પરંતુ કંઈપણ શંકાસ્પદ મળ્યું ન હતું, સાવચેતીના પગલા તરીકે પેટ્રોલિંગ સઘન કરવામાં આવ્યું છે, પોલીસ ફોન કરનારને ઓળખવા માટે ફોન નંબરને ટ્રેક કરી રહી છે.