REUTERS/Anushree Fadnavis

દેશની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની મારુતિ સુઝુકીને આવકવેરા વિભાગે રૂ.2,160 કરોડ ટેક્સ નોટિસ આપી હતી. આઈટી વિભાગની ડ્રાફ્ટ નોટિસ પ્રમાણે મારુતિ સુઝુકીએ વર્ષ 2019-20ના ગાળા માટે 2160 કરોડનો ટેક્સ ચુકવવાનો બાકી છે.

આ અંગેની માહિતી આપતા મારુતિ સુઝુકીએ શેરબજારને જણાવ્યું કે કંપનીને નાણાકીય વર્ષ 2019-20 માટે ડ્રાફ્ટ એસેસમેન્ટ ઓર્ડર મળ્યો છે. આ અંગે કંપની વાંધો ઉઠાવશે અને ડિસ્પ્યુટ રિઝોલ્યુશન પેનલ સમક્ષ તેના વાંધા રજુ કરશે. કંપનીએ ખાતરી આપી છે કે આ ડ્રાફ્ટ એસેસમેન્ટ નોટિસથી તેના ફાઈનાન્સ, ઓપરેશન્સ અથવા કંપનીને લગતી બીજી કામગીરી પર કોઈ અસર નહીં પડે.

સપ્ટેમ્બર 2023માં મારુતિ સુઝુકીએ તેનું સૌથી ઉંચું માસિક સેલ્સ નોંધાવ્યું હતું. કંપનીનું કુલ હોલસેલ વેચાણ 2.8 ટકા વધીને 1.81 લાખ યુનિટ થયું હતું જે એક વર્ષ અગાઉ સમાન ગાળામાં 1.76 લાખ યુનિટ હતું.

કોઇ કંપની સામે એસેસમેન્ટ કાર્યવાહી પૂરી થાય તે પછી ટેક્સ સત્તાવાળા તેને ડ્રાફ્ટ એસેસમેન્ટ ઓર્ડર આપે છે. તેમાં કુલ આવક કે નુકસાન, ચુકવવાપાત્ર ટેક્સ કે રિફંડ, વગેરેનો સમાવેશ થાય છે. 3 ઓક્ટોબરનો આ આદેશ કંપનીએ સપ્ટેમ્બર 2023માં અત્યાર સુધીનું સૌથી ઊંચી માસિક સેલ્સ નોંધાવ્યું તે પછીના દિવસનો છે.

LEAVE A REPLY