Rs 17 crore cash seized from mobile gaming app owners in Kolkata
(ANI Photo/ ANI Pic Service)

કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ રવિવારે કોલકાતા સ્થિત ફ્રોડ મોબાઇલ ગેમિંગ એપ કંપનીના પ્રમોટર્સ પર પાડેલા દરોડા દરમિયાન રૂ.17 કરોડની જંગી રોકડ રકમ ઝડપાઇ હતી. એજન્સી એ મામલાની પણ તપાસ કરી રહી છે કે આ એપ અને તેના ઓપરેટર્સને બીજા ચાઇનીઝ એપ્સ સાથે કોઇ કનેક્શન છે કે નહીં.

ઇડીએ જારી કરેલા એક ફોટોગ્રાફમાં દેખાય છે કે રૂ.500ની નોટસનો બંડલ તથા રૂ.2,000 અને રૂ.200ની નોટોના ઢગલો બેડ પર પડેલો છે. ઇડીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ઇ-નગેટ્સ  નામની ગેમિંગ એપના આશરે અડધો ડઝન સ્થળો પર સર્ચ કાર્યવાહી કરાઈ હતી. આ કંપનીના પ્રમોટરની આમીર ખાન તરીકે ઓળખ થઈ હતી. અત્યાર સુધી રૂ.17 કરોડની રોકડ ઝડપાયા છે અને ગણતરી ચાલુ છે.

તૃણમૂલ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને કોલકતાના મેયર ફિરહાદ હાકીમે જણાવ્યું હતું કે ટીએમસીને સંબંધિત બિઝનેસમેન સાથે કોઇ લેવાદેવા નથી. બિઝનેસમેન નિસાર અહેમદ ખાનના પુત્ર આમિર ખાને મોબાઇલ ગેમિંગ એપ ઇ-નગેટ્સ લોન્ચ કરી હતી. આ એપ લોકો સાથે છેતરપિંડી કરી હતી. શરૂઆતમાં યુઝર્સને કમિશન મળતું હતું અને વોલેટનું બેલેન્સ સરળતાથી ઉપાડી શકાતું હતું. તેનાથી યુઝર્સને વધુ કમિશન મેળવવા વધુ રોકાણ કરવાનો વિશ્વાસ મળ્યો હતો. આ પછી પૈસા ઉપાડવાનું બંધ થયું હતું.

LEAVE A REPLY