istockphoto

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટના ગાર્ડનમાં એક યુવતી પર રેપની પોલીસ ફરિયાદ થઈ હતી. રિવરફ્રન્ટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર ઈન્કમટેક્ષ ખાતે આવેલી એક ખાનગી ઓફિસમાં નોકકરી કરતી યુવતી ચંડોળા ખાતે રહેતા મનીષ કોરી નામના યુવકના સંપર્કમાં આવ્યા બાદ બંને મિત્ર બન્યા હતા મનીષે યુવતીને મળવા બોલાવી હતી અને યુવતીને લઈને રિવરફ્રન્ટ સી-પ્લેન એરોડ્રેમની પાછળના ભાગમાં બગીચામાં લઈ ગયો હતો અને યુવતી સાથે પ્રેમભરી વાતો કરીને લગ્ન લાલચ આપીને બગીચામાં શારીરિક સંબંધ બાંધ્યા હતા. બાદમાં મનીષ યુવતીને તેના ઘરે લઈ ગયો હતો અને ત્યાં પણ તેની સાથે સંબંધ બાધ્યા હતા. જો કે, ત્યારબાદ યુવતીને તરછોડી દેવાતા તેણીએ રિવરફ્રન્ટ પોલીસમાં ફરિયાદ નોંધાવતા યુવક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.