18-24 વર્ષની વયના યુવાનો અને વંશીય લઘુમતીના લોકોમાં અન્ય બ્રિટીશર્સની સરખામણીએ રાજાશાહી માટેનું સમર્થન નબળુ હોવાનું થિંકટેંક બ્રિટિશ ફ્યુચર માટેના ફોકલડેટા સર્વેમાં જણાવાયું છે. સર્વેમાં જણાવાયું હતું કે કિંગ ચાર્લ્સ III એ યુવાનો અને વંશીય લઘુમતીઓને અપીલ કરવા માટે વધુ કરવું જોઈએ.
બ્રિટનમાં દસમાંથી છ લોકો (57 ટકા) કિંગ ચાર્લ્સ III માં રાજા હોવા બદલ યુકેને સમર્થન આપે છે. પણ પાંચમાંથી એક (19 ટકા) લોકો રાજાશાહીનો વિરોધ કરે છે, તેમાંથી 10 ટકા ‘જોરદાર’ વિરોધ કરે છે. તો 21 ટકા લોકો સમર્થન કે વિરોધ કરતા નથી. યુકેમાં 1,104 પુખ્ત વયના લોકો અને વંશીય લઘુમતીઓના 1,026 લોકોના જવાબમાં જણાયું હતું કે 47 ટકા લઘુમતીઓ રાજાને સમર્થન આપે છે, જ્યારે 17 ટકા રાજાશાહીનો વિરોધ કરે છે. 31 ટકા સમર્થન કે વિરોધ કરતા નથી. વંશીય લઘુમતી પૃષ્ઠભૂમિના યુવાન લોકોમાં રાજાશાહી માટેનો ટેકો નબળો રહ્યો છે.
બ્રિટિશ ફ્યુચરના ડિરેક્ટરના સુંદર કટવાલાએ જણાવ્યું હતું કે, “કિંગ ચાર્લ્સ પહેલેથી જ બહુસાંસ્કૃતિક રાજા તરીકે તેમનો સ્ટોલ સેટ કરી ચૂક્યા છે અને આ રાજ્યાભિષેક બદલાતા બ્રિટન સાથે પરંપરાને મિશ્રિત કરવાનો પ્રયાસ કરશે. તેઓ ઇચ્છે છે કે રાજાશાહી વિવિધ વંશીય અને વિશ્વાસની પૃષ્ઠભૂમિના બ્રિટિશ લોકો વચ્ચે સેતુ તરીકે કામ કરે.”
તેમનું નવું પુસ્તક, હાઉ ટુ બી અ પેટ્રિયોટ, બદલાતા બ્રિટનમાં રાજાશાહી અને તેની ભૂમિકા વિશે વિસ્તૃત વાત કરે છે.