હેરી અને મેગને બોમ્બશેલ ઇન્ટરવ્યૂમાં કરેલા વિસ્ફોટક આરોપો બાદ મહારાણીએ પુત્ર પ્રિન્સ ચાર્લ્સ અને પૌત્ર પ્રિન્સ વિલિયમ સાથે કટોકટીભરી ચર્ચા કરવામાં આખો દિવસ પસાર કર્યો હતો અને કેવી પ્રતિક્રિયા આપવી તે અંગે તેઓ વાટાઘાટોમાં અટવાઈ ગયા હતા. આ મુલાકાતમાં કરાયેલા દાવાઓ બાદ આખા પેલેસે ‘આંચકો અને અસ્વસ્થ’ હોવાનું જણાવ્યું હતું.
ઇન્ટરવ્યુ પછી નોર્થ લંડનમાં બ્રેન્ટ ક્રોસ નજીક જીસસ હાઉસ ચર્ચમાં એક પૉપ-અપ રસીકરણ કેન્દ્રની મુલાકાત લેતાં પ્રિન્સ ઓફ વેલ્સએ પોતાના ચહેરા પર મક્કમ બહાદુર ચહેરો ધારણ કર્યો હતો અને જાહેર કર્તવ્ય નિભાવ્યું હતું અને મક્કમતાથી તેમના પ્રથમ જાહેર કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. શાહી પરિવારના નજીકના એક સ્ત્રોતે ટેલિગ્રાફને જણાવ્યું હતું કે ચાર્લ્સ તેમના નાના પુત્રના સૂચનને પગલે હતાશ થઇ ગયા છે.
બીજી તરફ ગઈકાલે બકિંગહામ પેલેસે આ દંપતી પ્રત્યેના રોયલ ફેમિલીના પ્રેમને ઉજાગર કરતાં એક નિવેદનને તૈયાર કર્યુ હતું, જેથી આગળ વધતા તણાવને ટાળી શકાય. જો કે, રાણી રાતોરાત કાળજીપૂર્વક વિચારણા કર્યા વિના તેને પ્રસિધ્ધ કરવલા ઇચ્છતા ન હોવાથી રોકી લેવાયું હતું. બકિંગહામ પેલેસ પર હેરી અને મેગનના દાવા અંગે ટિપ્પણી કરવા માટે દબાણ વધ્યું હતું.
પેલેસના અંદરના લોકોએ ‘તીવ્ર અંગત આંચકો અને ઉદાસી’ના મનોભાવનું વર્ણન કરતાં જણાવ્યું હતું કે પ્રિન્સ હેરીએ પોતાના પરિવાર પર અણુ બટન દબાવ્યું હતું. જેથી ‘લોકો ફક્ત ત્રાસી રહ્યા છે.’ ચાર્લ્સના પત્ની કેમિલા પર અગાઉ મેગન દ્વારા તેના વિશે પ્રેસ સમક્ષ વાર્તાઓ ફેલાવવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
ગયા મહિને પહેલી વાર જાહેરાત કરાઈ તે પહેલાં દંપતીના ઇન્ટરવ્યૂ આપવાના નિર્ણય વિશે બાકિંગહામ પેલેસને જાણ કરાઈ નહોતી. અમેરિકા બાદ યુકેમાં આઈટીવી સહિત વિશ્વભરમાં અનેક પ્રેક્ષકોએ સોમવારે રાત્રે પ્રસારિત કરવામાં આવેલા ઇન્ટરવ્યુને જોયો હતો.
શાહી કર્મચારીઓ લાઇવ વાર્તાલાપ જોવા માટે સવારે 3 વાગ્યા સુધી રોકાયા હતા. રાણીના પ્રાઇવેટ સેક્રેટરી સર એડવર્ડ યંગ અને ચાર્લ્સના પ્રાઇવેટ સેક્રેટરી ક્લાઇવ એલ્ડર્ટન બંનેએ બકિંગહામ પેલેસ ખાતે આ મુલાકાત જોઈ હોવાનું જણાવ્યું છે. આ માટે પેલેસ આઇટી કર્મચારીઓએ કમ્પ્યુટર લિંક સેટ અપ કરી હતી.
ત્યારબાદ રોયલ એઇડ રોયલ ફેમિલીના સભ્યો પાસેથી બ્રીફિંગ તૈયાર કરવા સંમત થયા હતા પણ જવાબ આપતા પહેલા રાણી, ચાર્લ્સ અને વિલિયમ વચ્ચે સમન્વય કરવાનું નક્કી કરાયું હતું. સવાર પડતાની સાથે જ વરિષ્ઠ અધિકારીઓ તેમજ વરિષ્ઠ રોયલ્સ સાથે રૂબરૂમાં, ફોન પર તેમજ વિડિઓ કૉલ દ્વારા બેઠકો કરવામાં આવી હતી.
વિન્ડસરથી રાણીએ લંડન સ્થિત ક્લેરેન્સ હાઉસ ખાતે રોકાયેલા પુત્ર ચાર્લ્સ સાથે વાત કરી હતી અને પૌત્ર વિલિયમ સાથે વાત કરી હતી.