બકિંગહામ પેલેસે જાહેરાત કરી છે કે ક્વીન કેમિલાને ગ્રાન્ડ માસ્ટર ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર, પ્રિન્સ વિલિયમને ગ્રેટ માસ્ટર ઓફ ધ ઓર્ડર ઓફ બાથ અને પ્રિન્સેસ ઑફ વેલ્સ કેથરિનને કમ્પેનિયન ઓફ ઓનરનાં ઐતિહાસિક શાહી સન્માન એનાયત કરવામાં આવ્યાં છે.
મહારાણી કેમિલાને અપાયેલ સન્માન એક સમયે રાજાના પિતા, પ્રિન્સ ફિલિપ અને દાદા જ્યોર્જ VIને અપાયું હતું. તો કેટને અપાયેલું સન્માન આર્ટ, મેડિસીન, વિજ્ઞાન અને જાહેર સેવામાં મેળવેલી સિદ્ધિઓને માન્યતા આપે છે.
આ ઐતિહાસિક શાહી હુકમોની નિમણૂંકો, પરંપરાગત રીતે સેન્ટ જ્યોર્જ ડે પર જાહેર કરવામાં આવી હતી.
રાણી કેમિલા 76 વર્ષની વયે રાજા ચાર્લ્સ વતી કાર્યક્રમોમાં હાજરી આપે છે અને તેમના આ પ્રયત્નોને કારણે તેમને માન્યતા આપવામાં આવી છે. તેઓ બ્રિટિશ એમ્પાયરના સૌથી ઉત્કૃષ્ટ ઓર્ડરના વડા બન્યા છે.
કેથરિન, તેણીની સ્વાસ્થ્ય સમસ્યાઓમાંથી સાજા થઇ રહ્યા છે ત્યારે 107-વર્ષના ઇતિહાસમાં સન્માનના સાથી તરીકે નિયુક્ત થનારી પ્રથમ શાહી મહિલા બન્યા છે અને તેને ભલામણ કરનાર રાજાના સમર્થનના પ્રદર્શન તરીકે જોવામાં આવશે.
સૈન્ય અથવા નાગરિક જીવનમાં અનુકરણીય સેવાના પુરસ્કાર તરીકે 18મી સદીમાં ઓર્ડર ઓફ બાથની સ્થાપના કરવામાં આવી હતી.