રોયલ મિન્ટે પોતાનો પહેલો હેના પ્રેરિત પેકેજિંગમાં લપેટાયેલા સંગ્રહનું અનાવરણ કર્યું છે જેમાં 1 ગ્રામના ગોલ્ડ બુલિયન બાર અને 5 ગ્રામના બુલિયન બારનો સમાવેશ થાય છે, જે લગ્ન, જન્મદિવસ અથવા દિવાળી જેવા તહેવારો માટે સંપૂર્ણ રોકાણ કરવા યોગ્ય ભેટ તરીકે ઉપયોગી થાય છે. બ્રિટાનિયા ડિઝાઇન પછી રોયલ મિન્ટની આ પહેલો સંગ્રહ છે જેની માંગ જોરદાર છે.
રોયલ મિન્ટ સોના માટે વિશ્વની માન્યતા પ્રાપ્ત ઓથોરીટી છે જેણે સદીઓથી સોનામાં કામ કર્યું છે. આ નવા સંગ્રહના બાર્સ પર 999.9ના શુધ્ધ સોનાનો હશે જેના પર રોયલ મિન્ટની આઇકોનિક બ્રિટાનિયા ડિઝાઇન દર્શાવવામાં આવશે.
ફિલિપ નાથન દ્વારા ડિઝાઇન કરાયેલ ગોલ્ડ બાર્સને ધી રોયલ મિન્ટ્સ બ્રિટાનિયાથી શણગારવામા આવશે જેની શરૂઆત સત્તરમી સદીમાં ઇંગ્લીશ સિક્કાઓ પર કરવામાં આવી હતી. ત્યારથી, બ્રિટાનિયા એક શક્તિશાળી પ્રતીક બન્યો છે, જે ગ્રેટ બ્રિટનની ભાવના અને વિવિધતાને દર્શાવે છે તેમજ તે બુલિયન બાર્સ માટે સુરક્ષાનુ વધારાનુ સ્તર પણ પૂરૂ પાડે છે.
પ્રકાશના પર્વ દીવાળીમાં સોનાની ભેટ આપવી એ લાંબા સમયથી એક પરંપરા રહી છે. આ પાંચ દિવસીય ઉત્સવની શરૂઆત ધનતેરસથી થાય છે અને સોનુ તેમાં મુખ્ય ભાગ ભજવે છે. પૌરાણિક કથા અનુસાર, રાજા હિમાના પુત્રને સર્પદંશથી થનાર મોતથી બચાવી લેવામાં આવ્યો હતો જે તેમના ઘરના મુખ્ય દરવાજાની બહાર સોનાના ઢગલાને કારણે શક્ય બન્યું હતું. ત્યારથી ધનતેરસ પર સોનાની ભેટ આપવા માટે તેને સારા નસીબના પ્રતીક તરીકે જોવામાં આવે છે.
રોયલ મિન્ટના પ્રિસીયસ મેટલ્સના માર્કેટીંગના હેડ માર્કેટિંગ કરીના હિક્સે જણાવ્યું હતું કે “દિવાળી માટે અમારો પહેલો હેના પ્રેરિત સંગ્રહ સમયસર બહાર પાડતા આનંદ થાય છે. સોનું ભેટ કરવું એ તહેવારનો એક કેન્દ્રિય ભાગ છે અને અમને આ વર્ષની સન્માનિત પરંપરામાં અમારા વર્ષોનો અનુભવ અને ઉત્કૃષ્ટતાનો અનુભવ લાવવા બદલ ગર્વ છે.
“એક ભેટ તરીકે તો તેનું પ્રતીકાત્મક મૂલ્ય છે જ સાથે સોનાને હજારો વર્ષોથી વ્યક્તિઓ, સરકારો અને સંગઠનો દ્વારા રોકાણ તરીકે પસંદ કરવામાં આવ્યું છે. તાજેતરનાં વર્ષોમાં ’ગોલ્ડ બુલિયનને અસ્થિર બજાર સામે સલામત રોકાણ તરીકે જોવામાં આવે છે, જેથી ભાવિ માટે રોકાણ કરવા ઇચ્છતા લોકો માટે ગોલ્ડ બુલિયન બાર્સને સંપૂર્ણ ગિફ્ટ માનવામાં આવે છે.” વધુ માહિતી માટે જૂઓ: https://www.royalmint.com/diwali