Car mechanic Sheel Mawdia loses case against West London Motor Group

બોનસ સંબંધિત સંભવિત છેતરપિંડી બાબતે જાગૃતિ આણવા બદલ બોસ માઇક વિડમર દ્વારા હેરાન અને બુલીઇંગ કરવામાં આવતા રોયલ મેલને ભૂતપૂર્વ કર્મચારી અને મીડિયા નિષ્ણાત કેમ ઝુટીને વળતર રૂપે £2.3 મિલિયન ચૂકવવા કોર્ટે આદેશ આપ્યો છે.

લગભગ આઠ વર્ષ ચાલેલી લાંબી લડાઈમાં સુપ્રીમ કોર્ટે 2019માં ચુકાદો આપ્યો હતો કે તેણીને અન્યાયી રીતે બરતરફ કરાઇ હતી અને તેને પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર અને ગંભીર ડિપ્રેશનથી પીડાતી છોડી દેવાઇ હતી. તેના માનસિક સ્વાસ્થ્યને કારણે તે કામ પર પાછી આવી શકી નહતી. 2022માં એક ટ્રિબ્યુનલે તારણ કાઢ્યું હતું કે પોસ્ટલ સેવા “દૂષિત, અપમાનજનક અને દમનકારી” હતી.

યુકેમાં ભારતીય માતા-પિતાના ત્યાં જન્મેલી ઝુટીએ સપ્ટેમ્બર 2013માં લંડન સ્થિત રોયલ મેઇલના માર્કેટરીચ યુનિટમાં કામ શરૂ કર્યું હતું. ટીમના સભ્ય પર કંપનીની બોનસ પોલીસીનો ભંગ કરવાની શંકા જતાં તેણે વિડમર સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો હતો. વિડમરે તેણી સામે બુલીઇંગનું અભિયાન આદર્યું હતું. ઝુટીને ત્રણ મહિનાનો પગાર અને ત્યારબાદ રોયલ મેઇલ છોડવા માટે એક વર્ષનો પગાર સ્વીકારવા આમંત્રણ આપવામાં આવ્યું હતું.

રોયલ મેઇલને અત્યાર સુધીની £2,365,614.13ની સૌથી મોટી ચૂકવણી કરાઇ છે. રોયલ મેઇલ ટ્રિબ્યુનલના તારણો સામે અપીલ કરવાની યોજના ધરાવતું હોવાથી ઝુટીને આ ક્ષણે માત્ર £250,000 જ મળશે.

રોયલ મેઇલના પ્રવક્તાએ કહ્યું હતું કે કંપની “બુલીઇંગ, ઉત્પીડન અથવા કોઈપણ પ્રકારના ભેદભાવ પ્રત્યે શૂન્ય-સહિષ્ણુતાનો અભિગમ ધરાવે છે. અમે કંપનીમાં કામ કરતા તમામ વ્યક્તિઓના કામ અને પ્રતિબદ્ધતાને મહત્વ આપીએ છીએ.”

LEAVE A REPLY