પ્રતિક તસવીર (Photo by Leon Neal/Getty Images)

2008 અને 2017 વચ્ચે ચાલેલા એક મોટા ફ્રોડ ઓપરેશન અંતર્ગત રોયલ મેઇલને આશરે £70 મિલિયનની વંચિત રાખવાના કાવતરા બદલ ટાઈગર ઈન્ટરનેશનલ લોજિસ્ટિક્સ લિમિટેડ અને વર્લ્ડવાઈડ ટ્રાન્સપોર્ટ એક્સપ્રેસ લિમિટેડના ડિરેક્ટર પરમજીત સંધુ (ઉ.વ. 56), અને તેના ભત્રીજા, ગ્લોબલ એક્સપ્રેસ વર્લ્ડવાઈડ લિમિટેડના માલિક બલજીન્દર સંધુ (ઉ.વ. 46) સામે કેસ ચાલી રહ્યો છે. તેમના પર ખોટી રજૂઆત દ્વારા છેતરપિંડી કરવાના કાવતરાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

આરોપ છે કે તેઓ બકિંગહામશાયર અને બર્કશાયરમાં લોજિસ્ટિક્સ કંપનીઓના નેટવર્ક દ્વારા પોસ્ટ કરવામાં આવેલા મેઇલને અન્ડર-ડિકલેર કરીને લાખો પાઉન્ડ ખિસ્સામાં મૂકતા હતા. તેમણે પરમજીત સંધુના ભાઈ અને પેકપોસ્ટ ઈન્ટરનેશનલ લિમિટેડના માલિક અને છેતરપિંડીના “આર્કિટેક્ટ”, નરિન્દર સંધુની નીચે કામ કર્યું હતું જેઓ પહેલાથી જ પોતે દોષી હોવાનું કબૂલ કરી ચૂક્યા છે.

તેમની સાથે કથિત રીતે 42 વર્ષીય લખવિંદર સેખોન પણ સંડોવાયેલા હોવાનો આરોપ છે. તે ત્રણેય મંગળવારે સેન્ટ્રલ લંડનની સધર્ક ક્રાઉન કોર્ટમાં ટ્રાયલ માટે હાજર થયા હતા.

પ્રોસીક્યુટર એલિસ સરીને જણાવ્યું હતું કે, “હજારો” વસ્તુઓ ડોકેટ સ્પ્રેડશીટ્સની હેરફેર કરીને અન્ડર-ડિકલેર કરવામાં આવી હતી. ત્રણેય જણાએ આરોપોને નકાર્યા હતા અને ટ્રાયલ ચાલુ છે.

LEAVE A REPLY