અમદાવાદના કાંકરિયા ઝૂમાં રંજના અને પ્રતિભા નામની બે બેંગાલ ટાઇગ્રેસ લાવવામાં આવી છે. આ પ્રાણી સંગ્રહાલયમાં ઔરંગાબાદના પ્રાણી સંગ્રહાલયમાંથી બે માદા રોયલ બંગાળ ટાઈગર્સ લાવવામાં આવ્યા છે. બંને વાઘણને લાવ્યા બાદ નિયમાનુસાર તેમને કોરેન્ટાઇન કરાઇ હતી.
કાંકરિયા ઝૂમાં હાલમાં 3 સિંહ-સિંહણ 3, 1 સફેદ વાઘણ, 3 રોયલ બેંગાલ, 4 દીપડા, 1 હાથી, 16 શિયાળ, 2 હિપોપોટેમસ છે. આ સાથે હાલમાં કાંકરિયા ઝૂમાં વન્ય પ્રાણીઓ અને પક્ષીઓની કુલ સંખ્યા 2006 છે.
અમદાવાદના કાંકરિયા પ્રાણી સંગ્રહાલય અને ઔરંગાબાદ ઝૂ સાથે પ્રાણી તથા પક્ષીઓનો વિનિમય કરવામાં આવેલો હતો. જેમાં અમદાવાદ ઝૂ પાસે જરૂરિયાત કરતા વધુ પ્રાણી-પક્ષીઓ હતા તે ઔરંગાબાદ ઝૂને આપવામાં આવ્યા હતા. જેમાં 3 ભારતીય શિયાળ, 10 ભારતીય શાહુડી, 2 ઈમુ અને 6 સ્પુનબીલનો સમાવેશ થાય છે. ઔરંગાબાદ ઝૂમાંથી આવેલા બેંગાલ ટાઈગરના 2 માદા બચ્ચા છે અને તેમના નામ રંજના અને પ્રતિભા રાખવામાં આવ્યા છે. તેમને એક માસ પહેલા ઔરંગાબાદ ઝૂમાંથી અમદાવાદ ખાતે લાવવામાં આવ્યા હતા અને કોરેન્ટાઇનમાં મૂકવામાં આવ્યા હતા. આ બંને વાઘણની ઉંમર 2 વર્ષ અને 2 માસ જેટલી છે.