Ronaldo joined the Saudi club with a $200 million contract
ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ શનિવારે સાઉદી અરેબિયાની ક્લબ અલ-નાસર સાથે બે વર્ષના કરાર પર હસ્તાક્ષર કર્યા, જે ઇતિહાસમાં સૌથી વધુ કમાણી કરનાર ફૂટબોલર બન્યો. (ANI ફોટો)

સમગ્ર વિશ્વમાં ફૂટબોલ ચાહકોને માથું ખંજવાળા રહી જાય તેવી એક હિલચાલમાં પોર્ટુગલના સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ સાઉદી અરેબિયાની ક્લબ અલ-નાસર જોડાવા માટે USD 200 મિલિયનના સંભવિત સોદો કર્યો હોવાના રીપોર્ટ આવ્યા હતા. રોનાલ્ડો છેલ્લા કેટલાક મહિનાઓથી ખાસ કરીને તેના ભવિષ્યને લઇને સમાચારમાં છે. માન્ચેસ્ટર યુનાઇટેડમાં તેનો કરાર ‘પરસ્પર સમાપ્ત’ કર્યા પછી, પોર્ટુગીઝ ફૂટબોલરે રમતના ઇતિહાસમાં સૌથી વધુ આકર્ષક સોદો કરીને અલ-નાસર સાથે 2-વર્ષ માટે જોડાયો છે.

રોનાલ્ડોના નવી ક્લબ સાથેના જોડાણને મધ્ય પૂર્વના ફૂટબોલ ક્ષેત્રમાં એક મોટી ઘટના તરીકે ગણવામાં આવે છે જ્યારે યુરોપનો આ દિગ્ગજ ખેલાડી રમતના આકર્ષક મંચ પરથી ગાયબ થઈ જશે. અલ નાસર ક્લબે પાંચ વખતના બેલોન ડિઓર વિજેતા રોનાલ્ડોની તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી જેમાં તે ટીમની જર્સી સાથે જોવા મળે છે. રોનાલ્ડોએ અલ નાસર સાથે જૂન 2025 સુધી કરાર કર્યો છે.

ક્લબે જણાવ્યું કે, આ કરાર દ્વારા કલ્બને મોટી સફળતા પ્રાપ્ત કરવાની પ્રેરણા મળશે એટલું જ નહીં પરંતુ અમારી લીગ, અમારા દેશ અને ભાવિ પેઢીને પણ સર્વશ્રેષ્ઠ રીતે તૈયાર કરવા પ્રેરણા મળશે. 37 વર્ષીય ફૂટબોલર માટે આ તેની કારકિર્દીનો અંતિમ કરાર હોઈ શકે છે અને તેના માટે તેને માતબર રકમ પણ પ્રાપ્ત થશે.

રોનાલ્ડોએ એક નિવેદનમાં જણાવ્યું કે, તે એક અલગ દેશમાં નવી ફૂટબોલ ક્લબનો અનુભવ મેળવવા માટે ઉત્સુક છે. યુરોપીયન ફૂબોલમાં મે તે બધું જ પ્રાપ્ત કર્યું જે હું કરી શકતો હતો અને મારા મતે એશિયામાં મારા અનુભવોનો ઉપયોગ કરવાનો આ યોગ્ય સમય છે. તાજેતરમાં કતારમાં યોજાયેલા વર્લ્ડ કપમાં રોનાલ્ડો પોર્ટુગલને ચેમ્પિયન બનાવી શક્યો ના હતો જેથી તેના માટે આ ઈવેન્ટ નિરાશાજનક રહી હતી. ફિફા વર્લ્ડ કપમાં ક્વાર્ટર ફાઈનલમાં પોર્ટુગલનો મોરોક્કો સામે પરાજય થયો હતો. રોનાલ્ડો અગાઉ માન્ચેસ્ટરયુનાઈટેડ અને રિયાલ મેડ્રિડ જેવી ટોચની ફૂટબોલ ક્લબ તરફથી રમ્યો હતો.

LEAVE A REPLY