બ્રિટિશ કંપની રોલ્સ રોયસે એક અલગ જ ટ્રેક પકડ્યો છે. જેનો સમાવેશ દુનિયાની સૌથી લક્ઝુરિયસ કારમાં થતો હોય તેવી કાર બનાવતી કંપની મધ બનાવે તો પણ તેમાં કંઇક ખાસ જ હશે. હકીકત પણ કંઇક એવી જ છે, રોલ્સ રોયસ આ મધને દુનિયાનું સૌથી ખાસ મધ ગણાવે છે. રોલ્સ રોયસે બ્રિટનના 42 એકર વિસ્તારના પ્લાંટમાં મધમાખીઓ પાળી છે. અથવા તો તેમ કહો તો પણ ચાલે કે ત્યાં મધમાખીશાળા એટલે કે મધમાખી ઉછેર કેન્દ્ર બનાવવામાં આવ્યું છે.
કંપનીનું કહેવું છે કે તેણે બ્રિટનમાં મધમાખીઓના સંરક્ષણ માટે કર્યુ છે. રોલ્સ રોયસે તે વિસ્તારમાં નવી ફ્લાવર લાઇન બનાવી છે, જેના કારણે આસપાસના ખેડૂતોને પણ મદદ મળી રહી છે.રોલ્સ રોયસ ઘણા સમયથી મધામાખી પાલન કરે છે અને મધ પણ બનાવે છે, પરંતુ તેના વિશે લોકોને વધારે માહિતિ નહોતી.
તેવામાં કોરોના વાયરસના કારણે કારનું ઉત્પાદન્ન બંધ થતા કંપનીએ પોતાનું સંપુર્ણ ધ્યાન મધમાખી ઉછેર અને મધ ઉત્પાદન પર કેન્દ્રિત કર્યુ છે. 2017ના વર્ષથી રોલ્સ રોયસ મધનું ઉત્પાદન કરે છે, જેની ગણના દુનિયાના સૌથી ખાસ મધ તરીકે થાય છે.