ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા અને ઝડપી બોલર નવદીપ સૈની બાંગ્લાદેશ સામેની બીજી ટેસ્ટમાંથી બહાર થઈ ગયા છે. બીસીસીઆઈએ બીજી ટેસ્ટમાંથી રોહિતની ગેરહાજરીની પુષ્ટિ કરી હતી ODI શ્રેણીમાં તેને અંગૂઠામાં ઈજા થઈ હતી અને તે હજુ સાજો થયો નથી.
રોહિત શર્મા તેના ડાબા અંગૂઠાની ઈજાને કારણે BCCI મેડિકલ ટીમની દેખરેખ હેઠળ છે. બીસીસીઆઇએ એર રીલિઝમાં જણાવ્યું હતું કે નવદીપ સૈની પણ પેટના સ્નાયુમાં તણાવને કારણે બીજી ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે.
અગાઉ સોમવારે, રોહિતની અનુપલબ્ધતાના અહેવાલો સામે આવ્યા હતા, જે સૂચવે છે કે ભારતીય સુકાની હજુ સુધી સિરીઝની બીજી ODIમાં અંગૂઠાની ઇજામાંથી સંપૂર્ણ રીતે સાજો થયો નથી. જો કે રોહિત તે મેચમાં નીચેના ક્રમમાં બેટિંગ કરવા આવ્યો હતો.
ભારતે, પ્રથમ ટેસ્ટમાં બાંગ્લાદેશને હરાવ્યું હતું, ભારત બીજી ટેસ્ટ પણ જીતવા અને 2-0થી ક્લીન સ્વીપ કરવાની યોજના સાથે મેદાનમાં ઉતરશે.
બાંગ્લાદેશ સામેની બીજી ટેસ્ટ માટે ભારતની ટીમઃ
કેએલ રાહુલ (C), શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા (VC), વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, ઋષભ પંત (WK), KS ભરત (WK), રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, કુલદીપ યાદવ , શાર્દુલ ઠાકુર , મોહમ્મદ. સિરાજ, ઉમેશ યાદવ, અભિમન્યુ ઇશ્વરન, સૌરભ કુમાર, જયદેવ ઉનડકટ