Rohit Sharma, Navdeep Sai out of second Test against Bangladesh
REUTERS/Hamad I Mohammed

ભારતીય ક્રિકેટ ટીમનો સુકાની રોહિત શર્મા અંગૂઠાની ઈજાના કારણે બાંગ્લાદેશ સામેની શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ નહીં રમે. બાંગ્લાદેશ સામેની બીજી વન-ડેમાં રોહિતને અંગૂઠાની ઈજા થઈ હતી. તેના સ્થાને ઓપનર એશ્વરનને તક આપવામાં આવી છે. 

બાંગ્લાદેશ સામે ભારત પ્રથમ ટેસ્ટ મેચ 14 થી 18 ડીસેમ્બર દરમિયાન, પછી બીજી અને અંતિમ ટેસ્ટ મેચ 22 થી 26 ડીસેમ્બર દરમિયાન રમશે. 

સ્પિનર રવિન્દ્ર જાડેજા અને ફાસ્ટ બોલર મોહમ્મદ શમી પણ ઈજાના કારણે બાંગ્લાદેશ સામેની શ્રેણીમાં તેમનો સમાવેશ કરાયો નતી. આ સંજોગોમાં પસંદગીકારોએ નવદીપ સૈની અને સૌરભ કુમારને ટીમમાં સ્થાન આપ્યું હતુ. સૌરાષ્ટ્રના જયદેવ ઉનડકટને પણ તક અપાઈ છે. 

ભારતીય ટીમઃ કે. એલ. રાહુલ (કેપ્ટન)ચેતેશ્વર પુજારા (વાઈસ કેપ્ટન)શુભમન ગિલવિરાટ કોહલીશ્રેયસ ઐયરઋષભ પંત (વિ.કી.)ભરત (વિ.કી.)આર. અશ્વિનઅક્ષર પટેલકુલદીપ યાદવશાર્દુલ ઠાકુરમોહમદ સિરાજઉમેશ યાદવએશ્વરનનવદીપ સૈનીસૌરભ કુમાર તથા જયદેવ ઉનડકટ.

LEAVE A REPLY