સાઉથ ઈસ્ટ કમાન્ડ યુનિટ સાથે જોડાયેલા ટ્રેઇની ડિટેક્ટીવ કોન્સ્ટેબલ અજીતપાલ લોટ પર રોડ રેજની ઘટના માટે વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમાં બુધવારે, 30 નવેમ્બરના રોજ પબ્લિક ઓર્ડર એક્ટની કલમ 4A હેઠળ ગુનાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.
ફેબ્રુઆરી 2022માં લંડનના SW18 વિસ્તારમાં લોટે ફરજ પર હતા ત્યારે લોટેએ અન્ય વાહન ચલાવતી એક મહિલા સાથે ઝઘડો કર્યો હતો અને તે સમય દરમિયાન પોતાનું વોરંટ કાર્ડ રજૂ કરી તેણીને તેની કાર ખસેડવા કહ્યું હતું. તે મહિલાએ લોટે અને તેના વાહનની તસવીર લીધી હતી.
લોટેને જૂન 2022માં વાહન ચલાવતા હતા ત્યારે અટકાવાયા હતા અને ચેતવણી આપી તેમની પૂછપરછ કરાઇ હતી અને બાદમાં તેના પર આરોપ મૂકાયો હતો.
સાઉથ ઈસ્ટ કમાન્ડ યુનિટના ચીફ સુપરિન્ટેન્ડેન્ટ ટ્રેવર લોરીએ જણાવ્યું હતું કે ‘’લોટેનું વર્તન તદ્દન ખોટું હતું. તેણે પોતાની જાતને એક અધિકારી તરીકે ઓળખાવી હતી અને તે મહિલા ડ્રાઈવર પ્રત્યે અસંસ્કારી અને આક્રમક હતો. હવે જ્યારે ફોજદારી કાર્યવાહી પૂર્ણ થઈ ગઈ છે ત્યારે અધિકારી ગેરવર્તણૂકની સુનાવણીને પાત્ર રહેશે.’’