Ro-Ro cargo ship
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ભાવનગર-હજીરા અને ભાવનગર-મુંબઈ દરિયાઇ માર્ગ પર ટૂંકસમયમાં રો-રો ફેરી સર્વિસ શરૂ કરવામાં આવશે. આ સેવા હાલની ઘોઘા-હજીરા રો-રો ફેરી કરતાં બમણી સ્પીડ અને વધુ ક્ષમતા ધરાવતી હશે, એમ કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાએ મંગળવારે જણાવ્યું હતું.

મનસુખ માંડવિયા સેન્ટ્રલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ પેટ્રોકેમિકલ્સ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી (CIPET)ના 55મા પ્રોફેશલ ટ્રેનિંગ સેન્ટરનું લોકાર્પણ કરવા માટે ભાવનગરના આવ્યા હતા. મફતલાલ ગ્રુપ ભાવનગરમાં સીએનજી ટર્નિમનની સ્થાપના કરી રહ્યું છે અને અલંગ ખાતે રિસાયકલિંગ યાર્ડ બની રહ્યું છે. આ માટે ભાવનગર-હજીરા અને ભાવનગર-મુંબઈ વચ્ચેની અત્યાધુનિક રો-રો ફેરી સર્વિસ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે, જે હાલની ફેરી સર્વિસ કરતાં બમણી સ્પીડ ધરાવતી હશે. રોપેક્સ ફેરી હજીરા બંદર પર આવી ચૂકી છે’, તેમ તેમણે જણાવ્યું હતું. ભાવનગર-મહુલા કોસ્ટલ રોડના રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે, આ સિવાય ભાવનગર અને ધોલેરા વચ્ચે સિક્સ લેન રોડ બની રહ્યો છે,
હાલ ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસ કાર્યરત છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2017માં તેમનો ડ્રીમ પ્રોજેક્ટ ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસને ખુલ્લો મૂક્યો હતો. જેના ઘણા મહિના બાદ સર્વિસ શરૂ કરવામાં આવી હતી. કેટલાક કારણોસર સપ્ટેમ્બર, 2019માં રો-રો ફેરી સર્વિસ અનિશ્ચિત સમય માટે બંધ કરી દેવામાં આવી હતી. ભાવનગરથી ભરૂચનું અંતર આમ તો 310 કિમી થાય છે પરંતુ ફેરી સર્વિસના કારણે તે 31 કિમી થઈ જાય છે. 615 કરોડ રૂપિયાના ખર્ચે યોજના શરૂ કરવામાં આવી હતી.