બિહારમાં લાલુપ્રસાદ યાદવની રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)એ રવિવારે નવી સંસદ ભવનની શબપેટી સાથે સરખાવ્યું હતું. ભાજપે પણ વળતો હુમલો કરતાં જણાવ્યું હતું કે દેશની જનતા 2024ની લોકસભા ચૂંટણીમાં આરજેડીને આ શબપેટીમાં દફનાવશે.
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કર્યું હતું, ત્યારે બિહારમાં સત્તાધારી પક્ષે એક ટ્વીટ કર્યું હતુ, જેમાં શબપેટી અને નવા સંસદ ભવના બાજુ બાજુમાં પિક્ચર હતાં અને સવાલ કરાયો હતો કે “આ શું છે?”બીજેપીના બિહાર યુનિટે ટ્વીટનો જવાબ આપતા કહ્યું હતું પહેલી તસવીર તમારું અને બીજી તસવીર ભારતનું ભવિષ્ય છે. ભાજપના પ્રવક્તા શહેઝાદ પૂનાવાલાએ આરજેડીના ટ્વીટને ઘૃણાસ્પદ ગણાવ્યું હતું. પક્ષના બીજા પ્રવક્તા ગૌરવ ભાટિયાએ કહ્યું કે શબપેટી આરજેડીની છે અને સંસદ દેશની છે.
આરજેડી પર પ્રહાર કરતાં ભાજપના રાજ્યસભા સાંસદ અને બિહારના ભૂતપૂર્વ નાયબ મુખ્યપ્રધાન સુશીલ મોદીએ કહ્યું હતું કે આનાથી હલકી અને શરમજનક ટીપ્પણી બીજી કોઇ હોઇ શકે નહીં. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ તરુણ ચુગે આક્ષેપ કર્યો હતો કે આરજેડીએ આવી સરખામણી કરીને દેશના 140 કરોડ લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે. તે કમનસીબ અને નિંદનીય છે. તે તેમની માનસિક નાદારી દર્શાવે છે. દેશમાં નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન સાથે “ઉત્સવનું વાતાવરણ” છે ત્યારે વિરોધ પક્ષો સસ્તી રાજનીતિ કરવામાં વ્યસ્ત છે. નવા સંસદ ભવવનું વડાપ્રધાન નહીં, પરંતુ રાષ્ટ્રપતિ ઉદ્ઘાટન કરે તેવી માગણી સાથે 20 વિરોધ પક્ષોએ ઉદ્ઘાટન સમારંભનો બહિષ્કાર કર્યો હતો.