ઘરે ઘરે લોકપ્રિય બનેલા તારક મહેતા કા ઉલટા ચશ્મા શો ઘણી બાબતોમાં ચર્ચામાં રહે છે. અગાઉ શોમાં કામ કરી ચૂકેલી અભિનેત્રી જેનિફર મિસ્ત્રીએ શો ના નિર્માતા પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા હતા. જેનિફર પછી શો માં રીટા રિપોર્ટરનું કામ કરી ચૂકેલી અભિનેત્રી પ્રિયા આહુજાએ પણ શો ના મેકર્સ પર ઘણા આરોપ લગાવ્યા હતા. હવે એવું લાગી રહ્યું છે કે પ્રિયા આહુજા અને જેનિફર મિસ્ત્રી કોઈ નવા શો માટે એક સાથે આવી ગયા છે. પ્રિયાએ એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં બંને એક્ટ્રેસને લાવણી કરતી જોઈ શકાય છે. બંનેના ડાન્સિંગને ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે. પ્રિયા અને પોતાનો મેકઅપ જેનિફરે જાતે જ કર્યો છે. બંને એક્ટ્રેસ મરાઠી લૂકમાં ખૂબ સ્ટાઈલિશ લાગી રહી છે. બંને એક્ટ્રેસને સાથે ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે.
પ્રિયા આહુજાએ વીડિયોના કેપ્શનમાં લખ્યુ, અને અમે એક સાથે આવી ગયા છીએ. કંઈ ખૂબ એક્સાઈટિંગ આવવાનું છે. શું તમને કોઇ આઈડિયા છે? બસ રાહ જુઓ. તેમણે હજુ સુધી પોતાના નવા પ્રોજેક્ટ વિશે જણાવ્યું નથી. જોકે ચાહકો તેમના પ્રોજેક્ટને લઈને ખૂબ એક્સાઈટેડ છે.
ઉલ્લેખનીય છેકે જેનિફરે તારક મહેતા કા ઉલટા ચશ્મા શોમાં મિસિસ રોશન સોઢીની ભૂમિકા ભજવી હતી. તેઓ આ શોમાં શરૂઆતથી હતા. જોકે, વચ્ચે અમુક વર્ષો સુધી તેઓ તેમાં નહોતા પરંતુ તેમણે બીજીવખત શો માં એન્ટ્રી લીધી હતી. હવે થોડા સમય પહેલા જ તેમણે શો છોડવાની જાહેરાત કરી. તેમણે શો ના નિર્માતા અસિત મોદી વિરુદ્ધ ફરિયાદ કરી હતી. પ્રિયા આહુજાએ પણ શો માં રીટા રિપોર્ટરની ભૂમિકા ભજવી હતી. તેના પતિ માલવ રાજડા શોમાં ડાયરેક્ટર હતા. જોકે, હવે બંનેએ શો ને અલવિદા કહી દીધું હતું.