Rishi Sunak
(Photo by HENRY NICHOLLS/POOL/AFP via Getty Images)

ટોરી પક્ષની લીડરશીપ અને વડા પ્રધાન પદ માટે ટોરી સાસંદોના ચોથા રાઉન્ડના મતદાનમાં

તા. 19ને બુધવારે બપોરે બહાર આવેલા પરિણામોમાં ફરી એક વખત ભૂતપૂર્વ ચાન્સેલર ઋષિ સુનકે સૌથી વધુ 137 મત મેળવી ટોચનું સ્થાન જાળવી રાખ્યું હતું. ફોરેન સેક્રેટરી લિઝ ટ્રસ 113 મત મેળવીને બીજા સ્થાને રહ્યાં હતા. જ્યારે ટ્રેડ મિનિસ્ટર પેની મોર્ડન્ટ સૌથી ઓછા 105 મત મેળવીને રેસમાંથી આઉટ થઇ ગયા હતા. હવે ઋષિ સુનક અને લિઝ ટ્રસ કોન્ઝર્વેટીવ પાર્ટીના સભ્યો સમક્ષ જશે અને તેમના મત મેળવશે. વડા પ્રધાન પદના વિજેતાની જાહેરાત તા. 5 સ્પેટમ્બરના રોજ કરાશે.

આ અગાઉ ટોરી સાસંદોના ત્રીજા રાઉન્ડના મતદાનમાં તા. 18ને સોમવારે ઋષિ સુનકને  સૌથી વધુ 115, પેની મોર્ડન્ટને 82 મત અને લિઝ ટ્રસને 71 મત મળ્યા હતા. જ્યારે ભૂતપૂર્વ ઇક્વાલીટી મનિસ્ટર કેમી બેડેનોક 58 મત સાથે રેસમાં હારી ગયા હતા.

છેલ્લા 24 કલાકમાં ટ્રસે 27 મત સુનકે 19 મત અને પેની માત્ર 13 મત વધાર્યા હતા. આજ સુધી બીજા સ્થાને રહેતા પેની આજે લીઝ ટ્રસ સામે હારી ગયા હતા.

ટ્રસના સમર્થક ભૂતપૂર્વ ટોરી નેતા ઇયાન ડંકન સ્મિથે જણાવ્યું હતું કે તેણીની ઝુંબેશે અંતમાં વેગ પકડ્યો હતો.

સુનકના ટેકેદારોએ જણાવ્યું હતું કે તેમને મળેલા 137 મતો સાંસદો તરફથી મળેલો સ્પષ્ટ આદેશ રજૂ કરે છે. તેઓ અંતિમ બેમાં રહેવા માટે ગર્વ અનુભવે  છે અને આગામી ચૂંટણીમાં કેર સ્ટાર્મરને હરાવવા શ્રેષ્ઠ સ્થાને છે.’’

ટીમ સુનક આ પરિણામોને પગલે ખુશ દેખાય છે. ઋષિએ સૌથી વધુ ફાયદો મેળવ્યો છે.

એક નિવેદનમાં, ટૂગેન્ધાતે કહ્યું હતું કે “હું, મારી ટીમ, સહકાર્યકરો અને સૌથી વધુ, બ્રિટિશ લોકોનો તેમના સમર્થન માટે આભાર માનવા માંગુ છું. દેશભરમાં અમને જે પ્રતિસાદ મળ્યો છે તેનાથી હું અભિભૂત થયો છું. લોકો સ્વચ્છ શરૂઆત માટે તૈયાર છે અને અમારી પાર્ટીએ તે પૂરી પાડવી જોઈએ અને રાજકારણમાં ફરીથી વિશ્વાસ મૂકવો જોઈએ.”

શ્રીમતી મોર્ડન્ટે કહ્યું હતું કે “મારા મત સ્થિર છે અને હું મારા સહકાર્યકરોનો તેમના તમામ સમર્થન માટે આભારી છું અને વધુ એક વખત બીજા સ્થાને રહેવા માટે રોમાંચિત છું.”

બીજા રાઉન્ડના મતદાનમાં સૌથી વધુ 101 મતો મેળવીને ઋષિ સુનક ટોચ પર રહ્યા હતા. જ્યારે ભારતીય મૂળના એટર્ની જનરલ સુએલા બ્રેવરમેન સૌથી ઓછા 27 મતો મળતા સ્પર્ધામાંથી બહાર ફેંકાઈ ગયા હતા. પેની મોર્ડન્ટે 83 મત મેળવીને બીજો ક્રમ જાળવી રાખ્યો હતો.

એટર્ની જનરલ સુએલાએ યુકેને યુરોપિયન કોર્ટ ઓફ હ્યુમન રાઈટ્સના અધિકારક્ષેત્રમાંથી બહાર લઈ જવા, એનર્જી પરનો VAT દર ઘટાડવા અને રેગ્યુલેશન ઘટાડવાનું વચન આપ્યું હતું. ભૂતપૂર્વ બેરિસ્ટર સુએલા 2015થી હેમ્પશાયરના ફરહમના સાંસદ તરીકે સેવા આપે છે અને 2020માં જ્યોફ્રી કોક્સની જગ્યાએ એટર્ની જનરલ તરીકે વરાયા હતા.

પહેલા રાઉન્ડમાં તા. 13ના રોજ ભૂતપૂર્વ ચાન્સેલર સુનકને 88 મતો અને મોર્ડન્ટને 67 મતો મળ્યા હતા. દરેક ઉમેદવારોને બીજા રાઉન્ડમાં આગળ વધવા માટે ઓછામાં ઓછા 30 સાંસદોની જરૂર હતી. પરંતુ  હન્ટ માત્ર 18 મત અને ઝહાવી માત્ર 15 મત મળતા સ્પર્ધામાંથી નીકળી ગયા હતા.

ફોરેન સેક્રેટરી ટ્રસે જણાવ્યું હતું કે તેઓ પહેલા દિવસથી જ પીએમ બનવા માટે તૈયાર છે અને તેમની ઝુંબેશ વેગ પકડવાનો પ્રયાસ કરી રહી છે.

સુનકે પોતાના સામે થતાં દુષ્પ્રચારનો બચાવ કરતા કહ્યું હતું કે તેમની પાસે સંપત્તિ છે તેનો અર્થ એ નથી કે તેઓ સામાન્ય લોકોના નાણાકીય સંઘર્ષને સમજી શકતા નથી.

જ્યાં સુધી અંતિમ બે ઉમેદવારો બાકી ન રહે ત્યાં સુધી મતદાન થયા કરશે અને સૌથી ઓછા મત મેળવનારા ઉમેદવારો બહાર થતા રહેશે. આ પ્રક્રિયા 21 જુલાઈના રોજ સંસદની સમર રીસેસ પહેલા પૂર્ણ થવાની છે. બાકી રહેલા બે ઉમેદવારો તે પછી દેશભરમાં હસ્ટિંગ્સમાં ભાગ લઇને કન્ઝર્વેટિવ પાર્ટીના સભ્યોનો સામનો કરી મત મેળવવા માટે રજૂઆત કરશે.

વડા પ્રધાનના દાવેદારોને વિવિધ રાઉન્ડમાં મળેલા મત

એમપીનું નામ તા. 13 પહેલા

રાઉન્ડના મત

તા. 14 બીજા રાઉન્ડના મત તા. 18 ત્રીજા

રાઉન્ડના મત

તા. 19 ચોથા રાઉન્ડના મત
ઋષી સુનક 88 101 115 137
પેની મોર્ડન્ટ 67 83 82 113
લીઝ ટ્રસ 50 64 71 105
કેમી બેડનોક 40 49 58
ટોમ ટૂગેન્ધાતે 37 32 31
સુએલા બ્રેવરમેન 32 27
નદીમ ઝહાવી 25
જેરમી હંટ 18

 

  • બોલ્ડ અક્ષરો ધરાવતા ઉમેદવારો બહાર ફેંકાઇ ગયા છે.