દીપક જટાનિયા, પ્રિયા જોગિયા, અમીત જોગિયા MBE, લોર્ડ ડોલર પોપટ

વડાપ્રધાન ઋષિ સુનકના રાજકીય સલાહકાર અમીત જોગિયાને આ સપ્તાહે બકિંગહામ પેલેસમાંથી એક સન્માન સમારંભમાં એમબીઇનો ખિતાબ એનાયત કરાયો હતો. રાજનીતિ અને જાહેર સેવામાં યોગદાન બદલ તેમનું આ સન્માન કરાયું હતું.

સન્માન સમારંભમાં તેમની પત્ની પ્રિયા જોગિયા, તેમના સસરા દીપક જટાનિણા, (લોહાણા કોમ્યુનિટી નોર્થ લંડનના ભૂતપૂર્વ પ્રમુખ) અને તેમના રાજકીય માર્ગદર્શક લોર્ડ ડૉલર પોપટ ઉપસ્થિત રહ્યાં હતા. ગયા વર્ષે સ્વર્ગસ્થ મેજેસ્ટી ધ ક્વીન દ્વારા સન્માન મેળવનાર અમીત જોગિયા છેલ્લા મહાનુભાવોમાંના એક હતાં.

અમીત જોગિયા 16 વર્ષની ઉંમરથી કન્ઝર્વેટિવ પાર્ટીના અગ્રણી કાર્યકર છે. તેઓ હેરોના કાઉન્સિલર છે. તેમણે મેજિસ્ટ્રેટ અને સ્કૂલ ગવર્નર તરીકે સેવા પણ આપી હતી.

અમીત જોગિયાએ વેસ્ટમિન્સ્ટરમાં લોર્ડ ડોલર પોપટના રાજકીય સહાયક તરીકે તેમની રાજકીય કારકિર્દી શરૂ કરી હતી. તેમણે લગભગ 15 વર્ષ સુધી એક પ્રધાન અને વેપાર દૂત તરીકે તેમને ટેકો આપ્યો હતો.

ડિસેમ્બર 2022માં ઋષિ સુનકે 10 ડાઉનિંગ સ્ટ્રીટમાં પોતાની નવી ટીમમાં રાજકીય સલાહકાર તેમની પસંદગી કરી હતી. અમીત જોગિયા કન્ઝર્વેટિવ ફ્રેન્ડ્સ ઓફ ઈન્ડિયાના સહ-અધ્યક્ષ પણ છે.

LEAVE A REPLY