ઋષિ સુનકની ‘ઇટ ટુ હેલ્પ આઉટ’ યોજનામાં સામેલ રેસ્ટોરંટ્સ દ્વારા કદાચ 18 મહિના જુના અને વાસી માંસ, માછલી અને શાકભાજીથી બનાવેલુ ભોજન પિરસાતુ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. લોકડાઉન દરમિયાન આ ઇન્ડસ્ટ્રી બંધ રહી હતી જેનો એવો અર્થ કાઢવામાં આવે છે કે આ ઉદ્યોગમાં £20 મિલિયનથી વધારે ઉત્પાદન છે.
સરકારે ‘બેસ્ટ બીફોર’નું લેબલ્સ ધરાવતા ઉત્પાદનો વેચવાની મંજૂરી આપી છે અને માની રહી છે કે ચીપ્સ અને મોટાભાગની શાકભાજી સાથે, ફ્રોઝન માંસ 18 મહિના કરતા વધુ સમય ટકી શકે છે. સુપરમાર્કેટ્સને પણ તેમનુ પડ્યા રહેલા ઉત્પાદનોને ઑફલોડ કરવાની મંજૂરી આપી છે.
નિષ્ણાતો ભાર મૂકે છે કે તે સલામત અને કાયદેસર છે પરંતુ પર્યાવરણ, ખાદ્ય અને ગ્રામીણ બાબતોના વિભાગે તેને પિરસવામાં આવે તે પહેલા લોકોને જાણ કરવા જણાવ્યું છે.