વડા પ્રધાન ઋષિ સુનકનું રજીસ્ટર ઓફ મિનિસ્ટરીયલ ઇન્ટરેસ્ટ બુધવારે યુકે કેબિનેટ ઑફિસ દ્વારા પ્રકાશિત કરાયું હતું, જેમાં તેમના પત્ની અક્ષતા મૂર્તિના ચાઇલ્ડ કેર એજન્સી કોરુ કિડ્સ લિમિટેડમાંના શેરની માહિતી જાહેર કરવામાં આવી હતી. આ કંપની લોકોને ચાઇલ્ડ માઇન્ડર બનવા માટે પ્રોત્સાહિત કરે છે અને તે કંપનીને ગયા મહિનાના બજેટમાં લાભ થઇ શકે છે તેવો આક્ષેપ કરાયો છે.
“વડાપ્રધાનની પત્ની વેન્ચર કેપિટલ કંપની ‘કેટામરન વેન્ચર્સ યુકે લિમિટેડ’ અને સંખ્યાબંધ ડાયરેક્ટ શેરહોલ્ડિંગ્સની માલિકી ધરાવે છે તથા તેમની પત્ની કોરુ કિડ્સ કંપનીના સંબંધમાં લઘુમતી શેરહોલ્ડિંગનો સમાવેશ કરે છે’’
ડાઉનિંગ સ્ટ્રીટનું કહેવું હતું કે 42 વર્ષીય સુનકે દરેક સમયે મંત્રીપદના આચરણના નિયમોનું પાલન કર્યું હતું અને તેની પત્નીના હિતોને મંત્રીપદના હિત તરીકે જાહેર કર્યા હતા.