ભારતીય મૂળના ચાન્સેલર ઋષિ સુનકને કોવિડ-19 લોકડાઉન કાયદાનો ભંગના આરોપ બદલ સ્કોટલેન્ડ યાર્ડના પોલીસ અધિકારીઓ દ્વારા યુકેની સરકારી કચેરીઓમાં પાર્ટીઓમાં ભાગ લેવા અંગે તપાસ કરતી એક પ્રશ્નાવલિ આપવામાં આવી છે.
આ પોલીસ પ્રશ્નાવલીઓ કૉશન હેઠળ પોલીસ પૂછપરછનું એક સ્વરૂપ છે અને તેમણે સાત દિવસની અંદર જરૂરી જવાબો સાથે સત્યતાપૂર્વક જવાબ આપવો જોઈએ. સુનકે અગાઉ જૂન 2020માં 10 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતેના કેબિનેટ રૂમમાં વડા પ્રધાન જૉન્સનની જન્મદિવસની પાર્ટીમાં હાજરી આપવાનું સ્વીકાર્યું હતું. ડાઉનિંગ સ્ટ્રીટે અગાઉ પુષ્ટિ કરી છે કે જૉન્સને તેમનું ફોર્મ ડિટેક્ટીવ્સને પરત મોકલ્યું છે.
યુકેના ટ્રેઝરી ડિપાર્ટમેન્ટે પુષ્ટિ કરી છે કે 11 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે રહેતા ચાન્સેલર સુનક, વડા પ્રધાન બોરિસ જૉન્સન સહિત 50 અધિકારીઓને મેટ્રોપોલિટન પોલીસની ઓપરેશન હિલમેન નામની તપાસ માટે અંતર્ગત લેખિત ખુલાસો માંગતી પ્રશ્નાવલી જારી કરવામાં આવશે.
મેટ પોલીસ ઓપરેશન હિલમેનના ભાગરૂપે 500થી વધુ દસ્તાવેજો અને 300 ફોટોઝ દ્વારા તપાસ કરી રહી છે. આ અંગે સરકારને વર્ષની શરૂઆતમાં સંસદમાં માફી માંગવાની ફરજ પડી હતી.
સુશ્રી ગ્રેએ તેમની તપાસ બાદના તારણમાં કહ્યું હતું કે “નેતૃત્વની નિષ્ફળતાઓ” હતી અને “આ મેળાવડાની આસપાસના કેટલાક વર્તનને ન્યાયી ઠેરવવું મુશ્કેલ છે”.