ચાન્સેલર ઋષિ સુનકે વડા પ્રધાન બોરિસ જૉન્સનને તેમનો સંપૂર્ણ ટેકો આપવાનો ઇનકાર કરતા તેમના નેતૃત્વની અટકળોને વેગ મળ્યો હતો.
ઋષિ સુનકે પાર્ટીગેટ વિવાદ પર બોરિસ જૉન્સનને તેમનું સ્પષ્ટ સમર્થન આપવાનો ઇનકાર કર્યો હતો. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેઓ પીએમને તેમનું સંપૂર્ણ સમર્થન આપી રહ્યા છે ત્યારે સુનકે અચાનક ટીવી ઈન્ટરવ્યુનો અંત કર્યો હતો અને ઉભા થઇ ચાલ્યા ગયા હતા.
શ્રી સુનકે કહ્યું હતું કે ‘તેઓ માને છે કે શ્રી જૉન્સન આ વિવાદ બાબતે સત્ય કહી રહ્યા છે અને કેબિનેટ ઓફિસના વરિષ્ઠ અધિકારી સ્યુ ગ્રેએ ઔપચારિક તપાસ હાથ ધરી હોવાથી ‘ધીરજ’ માટેની જૉન્સનની વિનંતીને સમર્થન આપ્યું હતું.