ભારતીય ક્રિકેટર ઋષભ પંત કાર એક્સિડન્ટમાં ઘાયલ થયો હતો.શુક્રવારની સવારે ઉત્તરાખંડમાં કાર ડિવાઈડર સાથે અથડાતાં ઋષભ પંતને ઈજા થઈ હતી. 25 વર્ષીય ઋષભ પંત તેની મર્સિડીઝ કાર ચલાવી રહ્યા હતા જ્યારે દિલ્હીથી ઉત્તરાખંડ જતી વખતે રૂરકી નજીક તેને અકસ્માત થયો હતો. કારમાં આગ લાગી હતી અને ઋષભ પંત સળગતી કારમાંથી બહાર આવ્યો હતો. ક્રિકેટરને દેહરુદુનની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતી અને તેની તબિયત સ્થિર છે, એમ બીસીસીઆઈએ એક નિવેદનમાં જણાવ્યું છે.
મીડિયા રિપોર્ટ પ્રમાણે, રિષભ પંતના માથા, પીઠ અને પગમાં ગંભીર ઈજા થઈ છે. પગમાં ફ્રેક્ચર થયું હોવાનું પણ કહેવાઈ રહ્યું છે. વિકેટકીપર ન્યૂ યર પર મમ્મીને સરપ્રાઈઝ આપવા માટે વતન જઈ રહ્યો હતો ત્યારે વહેલી સવારે રુડકીની નારસન બોર્ડર પર તેની મર્સિડીઝ બેંઝ કાર પલટી મારી હતી અને આગમાં બળીને ખાખ થઈ હતી. આ ઘટના બાદ પંત મોતને મ્હાત આપતા વિંડ સ્ક્રીન તોડી બહાર આવ્યો હતો.