રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે સોમવારે મુંબઈમાં દેશની પ્રથમ કોરોના વાયરસના દર્દીઓ માટે અલગથી હોસ્પિટલ સેટઅપ કરી છે. રીલાયંસએ આ વિશે એક નિવેદન જાહેર કરીને જાણકારી આપી છે. નિવેદનમાં કહ્યું છે કે રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે મળીને કોરોનાના દર્દીઓ માટે એક વિશેષ રીતે 100 બેડનો હોસ્પિટલ સેટઅપ કર્યો છે. રિલાયન્સે કહ્યું છે કોરોનાને લઈને ભારતની આ પ્રથમ ડેડિકેડેટ હોસ્પિટલ છે. જેનું બધું ફંડિંગ રિલાયન્સ ફાઉન્ડેશન કરશે.
આ બધા બેડ પર જરુરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વેન્ટીલેટર્સ, પેસમેકર, ડાયલિસિસ મશીન અને મોનિટરિંગ મશીન જેવી બાયોમેડિકલ્પ ઇક્વિપમેન્ટ લગાવવામાં આવ્યું છે. આ સિવાય કોરોના વાયરસ પ્રભાવિત દેશોથી આવનાર યાત્રીઓ માટે વિશેષ રીતે મેડિકલ સુવિધા તૈયાર કરવામાં આવી છે. જેથી તેમને કોરેન્ટાઇન કરવામાં આવી શકે.
કંપનીએ મહારાષ્ટ્રના ચીફ મિનિસ્ટર ફંડમાં પણ 5 કરોડ રુપિયા જમા કરવાનો નિર્ણય કર્યો છે. રિલાયન્સે કહ્યું છે કે તે પેસમેકરની ક્ષમતાને વધારીને 1 લાખ પ્રતિદિન કરવામાં લાગી ગઈ છે. કંપની અન્ય પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ પણ તૈયાર કરી રહી છે. જેથી દેશમાં સુવિધાઓની ખોટ ના થાય.રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે સોમવારે મુંબઈમાં દેશની પ્રથમ કોવિડ 19 દર્દીઓ માટે અલગથી હોસ્પિટલ સેટઅપ કરી છે