અમેરિકન પ્રેસિડેન્ટ જો બિડેને પોતાના ઇન્ટેલિજન્સ એડવાઇઝરી બોર્ડમાં ઇન્ડિયન અમેરિકન રિચર્ડ વર્માને સભ્ય તરીકે નિયુક્ત કરવાનો ઇરાદો જાહેર કર્યો છે, તેમ વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું. પ્રેસિડેન્ટની એક્ઝિક્યુટિવ ઓફિસમાં ઇન્ટેલિજન્સ એડવાઇઝરી બોર્ડ એક સ્વંતત્ર યુનિટ તરીકે કાર્ય કરે છે.
વર્મા અત્યારે જનરલ કાઉન્સિલ અને ગ્લોબલ પબ્લિક પોલીસ ફોર માસ્ટરકાર્ડના વડા છે. આ હોદ્દામાં તેઓ અમેરિકા અને વિશ્વભરમાં કંપનીના કાયદા અને નીતિગત કાર્યોની જવાબદારી સંભાળે છે. વ્હાઇટ હાઉસે વધુમાં જણાવ્યું હતું કે, તેમણે અગાઉ ઇન્ડિયન એમ્બેસેડર તરીકે કામ કર્યું છે, જ્યાં તેમણે મોટા અમેરિકન ડિપ્લોમેટ મિશનનું નેતૃત્વ કર્યું હતું અને દ્વીપક્ષીય સંબંધોમાં ઐતિહાસિક પ્રગતિને મહત્ત્વ આપ્યું હતું. સેનેટ મેજોરિટી લીડરના ભૂતપૂર્વ નેશનલ સિક્યુરિટી એડવાઇઝર વર્માએ યુએસ એરફોર્સમાં પણ સેવા આપી છે, અને તેમને અનેક મિલિટરી અને નાગરિક એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે, જેમાં મેરિટોરિયસ સર્વિસ મેડલ અને સ્ટેટ ડિપાર્ટમેન્ટના ડિસ્ટિંગ્વિશ્ડ સર્વિસ એવોર્ડનો સમાવેશ થાય છે. વ્હાઇટ હાઉસના જણાવ્યા પ્રમાણે, એડમિરલ (નિવૃત્ત) જેમ્સ એ. સેન્ડી વિન્નફેલ્ડને પ્રેસિડેન્ટના આ ઇન્ટેલિજન્સ એડવાઇઝરી બોર્ડના ચેરમેન બનાવવામાં આવ્યા છે. જ્યારે ગિલમેન જી. લૂઇ અને જેનેટ એ. નેપોલિટાનોને બોર્ડના સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.