Richard Branson's company Virgin Orbit has filed for bankruptcy
REUTERS/Joe Skipper

નવું રોકાણ મેળવવા નિષ્ફળ રહ્યાં પછી બ્રિટિશ અબજોપતિ સર રિચર્ડ બ્રેન્સનની કંપની વર્જિન ઓર્બિટે અમેરિકામાં નાદારી માટે અરજી કરી છે. કંપનીએ છેલ્લાં કેટલાંક સપ્તાહમાં બિઝનેસ બંધ કર્યો છે અને ખરીદદાર શોધી રહી છે.
વર્જિન ઓર્બિટ પર ગયા વર્ષે $153.5 મિલિયનનું દેવું હતું. વર્જિન ઓર્બિટની સ્થાપના 2017માં કરાઈ હતી અને તે વર્જિન ગેલેટિકની સિસ્ટર કંપની છે. બ્રિટનની ધરતી પરથી સ્પેસમાં પ્રથમ રોકેટ લોન્ચ કરવાના પ્રયાસમાં નિષ્ફળ રહ્યાં બાદ કંપનીની આ પીછેહટ થઈ છે.

કંપનીએ યુકે સ્પેસ એજન્સી અને કોર્નવોલ સ્પેસપોર્ટ સાથે મળીને નવ ઉપગ્રહોને અવકાશમાં છોડવા માટે મિશનનું આયોજન કર્યું હતું. કેલિફોર્નિયા સ્થિત કંપનીએ ગયા અઠવાડિયે જણાવ્યું હતું કે તે તેના 85 ટકા કર્મચારીઓ અથવા લગભગ 675 લોકોને છૂટા કરી રહી છે.

વર્જિન ઓર્બિટના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) ડેન હાર્ટે જણાવ્યું હતું કે તેઓએ નાણાકીય મુદ્દાઓને ઉકેલવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કર્યા છે. પરંતુ આપણે આખરે તે કરવું જોઈએ જે બિઝનેસ માટે શ્રેષ્ઠ છે.મંગળવારે એક નિયમનકારી માહિતીમાં કંપનીએ જણાવ્યું હતું કે તેને બિઝનેસના વેચાણ માટે યુએસ નાદારી કોડના પ્રકરણ 11 હેઠળ સ્વૈચ્છિક કાર્યવાહી શરૂ કરી છે. તે તેના વ્યવસાય માટે મહત્તમ મૂલ્ય મેળવવા માટે આ પ્રક્રિયાનો ઉપયોગ કરવાનો હેતુ ધરાવે છે.

LEAVE A REPLY