રિબૉન PLC એ વૈશ્વિક ભારતીય સમુદાયને જોડતું નેટ ઝીરો ડિજિટલ નાણાકીય સેવાઓ પૂરી પાડતું ‘સુપર-એપ’ રિબૉનના લોન્ચની જાહેરાત કરી છે. તેનો હેતુ NRIs તેમજ ભારતના રહેવાસીઓને હાઇપર-પર્સનલાઇઝ્ડ મલ્ટિ-કરન્સી વોલેટ ઓફર કરવાનો છે. આ કાર્બન ન્યુટ્રલ એપનો ઉદ્દેશ્ય એક પ્લેટફોર્મની વધતી જતી જરૂરિયાતને પહોંચી વળવાનો છે.
સ્ટોક ટ્રેડિંગ, રિયલ એસ્ટેટ રોકાણ, મોર્ટગેજ, એફએક્સ અને ક્રિપ્ટો ટ્રેડિંગ, રેમિટન્સ અને પેમેન્ટ્સ બધું રિબૉન PLC એપમાં જોવા મળશે. તે વર્ચ્યુઅલ અને ફિઝિકલ ડેબિટ કાર્ડ્સ, AI સંચાલિત એનાલિટિક્સ અને બજેટ, ગોલ્સ અને પિગી બેંક જેવા સાધનો પણ ઓફર કરશે. રિબન એપનો ઉદ્દેશ્ય ભારતીયો માટે વૈશ્વિક સ્તરે નાણાં ટ્રાન્સફર, રોકાણ અને વેપારને સરળ બનાવવાનો છે.
રિબૉન PLCના CEO અને સહ-સ્થાપક આશેષ જાનીએ જણાવ્યું હતું કે, “રિબન પર અમે અમારા અનન્ય પેમેન્ટ માર્કેટપ્લેસ સાથે ભારતમાં કોઈપણ બેંકને પોસાય તેવા ભાવે એક ગેટવે પ્રદાન કરીએ છીએ. અમે એસએમઈને ટેકો આપવા માટે પણ પ્રતિબદ્ધ છીએ.’’
રિબૉન પીએલસીના ચેરમેન અને સહ-સ્થાપક સુચિત પુનોસે જણાવ્યું હતું કે “આધુનિક બેંકિંગ અને મની મેનેજમેન્ટ ટૂલ્સ દ્વારા વધુ સારી રીતે સેવા આપી શકાય છે. અમારું માનવું છે કે એક વિશાળ, વિકાસશીલ અને સમજદાર વૈશ્વિક ભારતીય ડાયસ્પોરા માટે આ મદદરૂપ થશે.’’
રિબૉન ટૂંક સમયમાં ડાઉનલોડ કરવા અને અન્વેષણ કરવા માટે ઉપલબ્ધ થશે.