– પાર્વતી સોલંકી દ્વારા
બાગકામ કરવાની પ્રેરણા મળે અને જાજરમાન સેટિંગમાં યોજાયેલા વિશ્વના સૌથી મોટા ને અદભૂત ફૂલોના પ્રદર્શન, RHS હેમ્પટન કોર્ટ પેલેસ ગાર્ડન ફેસ્ટિવલનું આયોજન હેમ્પટન કોર્ટ પેલેસના ઐતિહાસિક મેદાનમાં તા. 5થી 11 જુલાઇ દરમિયાન કરવામાં આવ્યું છે. જેમાં ગાર્ડનીંગની બધી બાબતોને ઉજવવાનો મોકો મળશે.
વિશ્વનો સૌથી મોટો શો વાઇકિંગ ક્રુઇઝ દ્વારા સમર્થિત છે અને આ ગાર્ડન ફેસ્ટિવલ 34 એકરમાં ફેલાયેલો હશે. તાજેતરમાં જ એક ઉત્સવ તરીકે ફરીથી લોંચ કરવામાં આવેલા ગાર્ડન ફેસ્ટિવલે કલાકારો, શેફ્સ, અને ઘણાં વિવિધ વૈવિધ્યસભર લોકોને આકર્ષ્યા છે. અહિં મુલાકાતીઓ શો ગાર્ડન, રોઝ માર્કી, ફ્લોરલ માર્કીનો અદભૂત નઝારો જોઇ શકશે અને લોંગ વોટરના કાંઠે શેમ્પેઇનની મજા માણી શકશે.
સૌ પ્રથમ 1990માં ઐતિહાસિક રોયલ પેલેસિસ અને નેટવર્ક સાઉથ ઇસ્ટ દ્વારા યોજાયેલા આ શોમાંથી 1992માં નેટવર્ક સાઉથ ઇસ્ટ ખસી જતાં RHS જોડાયું હતું. પ્રથમ આરએચએસ હેમ્પટન કોર્ટ પેલેસ ફ્લાવર શો 1993માં યોજાયો હતો, અને તે વિશ્વનો સૌથી મોટો ફ્લાવર શો બન્યો હતો.
સ્થળ : હેમ્પટન કોર્ટ પેલેસ, ઇસ્ટ મોલેસી, સરે, KT8 9AU
તારીખ અને સમય : 6 થી 11 જુલાઈ – સવારે 10થી સાંજના 7.
વધુ માહિતી માટે જુઓ : https://www.rhs.org.uk/shows-events/rhs-hampton-court-palace-garden-festival