આ વર્ષના RHS ચેલ્સિ ફ્લાવર શોમાં ચેરીટી પ્રોજેક્ટ ગીવિંગ બેક દ્વારા સમર્થિત ઓલ અબાઉટ પ્લાન્ટ્સ કેટેગરીમાં એક એડિબલ સ્કેટ પાર્ક, આંતરડાના સ્વાસ્થ્ય માટે ઉગાડવું, અને દુર્લભ અને અસામાન્ય છોડવાથી ભરેલા ટ્રોપીકલ જંગલના બાગકામનો ટ્વીસ્ટ રજૂ કરાયો છે.
100% એડિબલ પ્લાન્ટ્સ દર્શાવતા, બેટોંગપાર્ક અને અર્બન ઓર્ગેનિક દ્વારા પ્લેનેટ ગુડ અર્થ ગાર્ડન તેમના બગીચાને RHS ચેલ્સિના પ્રથમ એડીબલ સ્કેટ પાર્કમાં ફેરવે છે, જેમાં વાવેતરની વચ્ચે બે ટનનો ગ્રેનાઈટ સ્કેટ રેમ્પ રખાયો છે. સ્કેટર, કેટલાક માતા-પિતા અને ફૂડ ગ્રોઅર્સ દ્વારા બનાવવામાં આવેલ આ બગીચો એ દર્શાવશે કે કેવી રીતે કુદરતી વાતાવરણમાં બહારનું મનોરંજક શિક્ષણ યુવાનોમાં સુખાકારી અને આત્મવિશ્વાસને હકારાત્મક અસર કરી શકે છે.
આંતરડાના સ્વાસ્થ્ય માટેના ચેમ્પીયન સિડ હિલ અને ક્રિસ હલ દ્વારા બાઉલ રિસર્ચ યુકે માઇક્રોબાયોમ ગાર્ડન, એડિબલ વાઇલ્ડફ્લાવર મેડોવના રૂપમાં પ્રોબાયોટિક ફિસ્ટ ઓફર કરે છે. સ્વીટ ડોક, લ્યુપીન્સ અને કેમેસિયા તેના બાઉલના હકારાત્મક ગુણો માટે ખૂબ જ વિશેષતા ધરાવે છે કારણ કે બગીચો જમીનના સ્વાસ્થ્ય, વનસ્પતિ જીવન અને માનવ માઇક્રોબાયોમ વચ્ચેના જોડાણની શોધ કરે છે.
આ શોમાં ડેનિયલ બ્રિસ્ટોના ધ સાઈઝ ઑફ વેલ્સ ગાર્ડનમાં 313 વિવિધ છોડની પ્રજાતિઓ જોવા મળશે, જે ટ્રોપિકલ જંગલના માત્ર એક હેક્ટરમાં હાજર વૃક્ષોની સંખ્યાને દર્શાવે છે.
યુકે ફોરેસ્ટ ઇકોસિસ્ટમમાંથી પ્રેરણા લઈને, ‘ધ પલ્પ ફ્રીક્શન: ગ્રોઇંગ સ્કીલ્સ ગાર્ડન’ શીખવાની મુશ્કેલીઓ ધરાવતા લોકો શું હાંસલ કરી શકે છે તેની ધારણાઓને પડકારવા માટે એક વ્યાપક જગ્યા બનાવે છે.
કેટેગરીના અન્ય બગીચાઓ માનસિક સ્વાસ્થ્ય અને ઇનક્લુસિવનેસને મદદ કરવા બગીચાના આનંદ અને જાદુને ચેમ્પિયન કરે છે. પેનાથલોન જોય ગાર્ડન દર્શાવે છે કે આનંદ દરેક માટે છે અને સ્યુ રાયડર ગ્રીફ કાઇન્ડ ગાર્ડન એક શાંતિપૂર્ણ અભયારણ્ય પૂરું પાડે છે.
ઓલ અબાઉટ પ્લાન્ટ્સ કેટેગરીના તમામ બગીચાઓને ગ્રાન્ટ આપતી ચેરિટી પ્રોજેક્ટ ગીવિંગ બેક દ્વારા મદદ કરાઇ છે. RHS ચેલ્સિ ફ્લાવર શો 21થી 25 મે 2024 સુધી જોવા મળશે જેની ટિકિટ rhs.org.uk/chelsea પર ઑનલાઇન ઉપલબ્ધ છે.