ડ્રગ્સ કેસમાં સેશન્સ કોર્ટે ફિલ્મ અભિનેત્રી રિયા ચક્રવર્તીની જ્યુડિશિયલ કસ્ટડી 20 ઓક્ટોબર સુધી વધારી છે. લોઅર કોર્ટમાં બેવાર અરજી નામંજૂર થયા બાદ રિયાએ હાઈકોર્ટમાં અપીલ કરી હતી. 29 દિવસથી જેલમાં બંધ રિયાની જ્યુડિશિયલ કસ્ટડી પણ 6 ઓક્ટોબરે પૂરી થઈ હતી.
NCBએ રિયાની ધરપકડ આઠ સપ્ટેમ્બરના રોજ કરી હતી. શોવિકને પણ 20 ઓક્ટોબર સુધી ન્યાયિક હિરાસતમાં મોકલવામાં આવ્યો છે. રિયાએ હાઈકોર્ટમાં જામીન અરજી માટે અપીલ કરી છે. બોમ્બે હાઈકોર્ટ આવતીકાલ, 7 ઓક્ટોબરના રોજ ચુકાદો આપી શકે છે.
NCBએ રિયા તથા શોવિકની જામીન અરજીનો વિરોધ કર્યો છે. તપાસ એજન્સીએ કોર્ટમાં જમા કરાવેલા એફિડેવિટમાં કહ્યું છે કે રિયા તથા શોવિક ડ્રગ્સ સિન્ડિકેટના એક્ટિવ મેમ્બર છે અને અનેક હાઇ સોસાયટીના લોકો તથા ડ્રગ્સ સપ્લાયર્સ સાથે જોડાયેલાં છે. આ બંને પર કલમ 27A લગાવવામાં આવી છે, આથી જ તેમને જામીન મળવા જોઈએ નહીં. NCBએ કહ્યું હતું કે રિયાએ ડ્રગ્સ ખરીદવાની વાત કબૂલી છે.