‘બેસ્ટ ફોર બ્રિટન’ વતી ‘સર્વેશન’માં જે આંકડાઓ પ્રોજેક્ટ કરાયા છે તે જોતાં આગામી તા. 2 મેના રોજ આવનારી સ્થાનિક ચૂંટણીઓના પરિણામો બાદ વડા પ્રધાન ઋષી સુનક નેતૃત્વના પડકારનો સામનો કરી શકે છે અને ચૂંટણી પરિણામો કન્ઝર્વેટીવ પાર્ટીની રેન્કમાં બળવાની ચર્ચાને પુનર્જીવિત કરી શકે છે.‘’
ભૂતપૂર્વ બ્રેક્ઝિટ સેક્રેટરી અને સુનકના બોલકા ટીકાકાર લોર્ડ ડેવિડ ફ્રોસ્ટે ‘ધ સન્ડે ટાઈમ્સ’ને જણાવ્યું હતું કે ‘’સર્વેના આ આંકડા દર્શાવે છે કે કન્ઝર્વેટિવ પાર્ટી નિરાશાજનક પરિસ્થિતિનો સામનો કરી રહી છે અને સુનકના સહાયકોને ડર છે કે સ્થાનિક ચૂંટણીઓ પછી તેઓ નેતૃત્વના પડકારનો સામનો કરી શકે છે. તે પરિણામો તેમની પાર્ટીની રેન્કમાં બળવાની ચર્ચાને પુનર્જીવિત કરશે.‘’
એક ટોરી સાંસદે અખબારને જણાવ્યું હતું કે “શંકા છે કે ઘણા સાંસદોએ અવિશ્વાસના મત માટે દબાણ કરવા માટે પત્રો મૂક્યા હશે. સુનકમાં અવિશ્વાસના મત માટે કુલ 53 સાંસદોએ પક્ષની શક્તિશાળી બેકબેન્ચ 1922 સમિતિ માટે અવિશ્વાસના પત્રો પર સહીઓ કરવાની જરૂર પડશે. બળવાખોરો દાવો કરે છે કે તેમની પાસે 20 જેટલી સહીઓ થઇ ચૂકી છે અને આગામી અઠવાડિયામાં ઓછામાં ઓછા અન્ય 10 લોકો બળવાની રેન્કમાં જોડાય તેવી અપેક્ષા છે.
2022માં ફિક્સ્ડ-ટર્મ પાર્લામેન્ટ્સ એક્ટને રદ કરવાથી બ્રિટિશ વડા પ્રધાનો હવે ચૂંટણીની તારીખો નક્કી કરી શકે છે. જો કે, કાયદા દ્વારા સામાન્ય ચૂંટણી ઓછામાં ઓછા દર પાંચ વર્ષે થવી જોઈએ, જેના કારણે જાન્યુઆરી 2025 સુધીમાં સુનકે ચૂંટણીઓ કરાવવી જરૂરી છે. જો કે તેમણે વારંવાર સંકેત આપ્યો છે કે તેઓ 2024ના બીજા ભાગમાં સામાન્ય ચૂંટણી કરાવવા માગે છે અને ઓક્ટોબર-નવેમ્બરમાં ચૂંટણીઓ થઇ શકે છે.