REVIVAL, LONDON 1989-1993

ફોટોગ્રાફ આપણને આપણા સામાન્ય ઈતિહાસ પર પ્રતિબિંબિત કરવાની અને આપણી ઓળખની ઉજવણી કરવાની તક આપે છે. સાઉથ વેસ્ટ લંડનનું બ્રેન્ટ બહુસાંસ્કૃતિકતાનો સમૃદ્ધ ઇતિહાસ ધરાવે છે. વિખ્યાત ફોટોગ્રાફર રોય મહેતાએ ઉત્કૃષ્ટ બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફ્સ દ્વારા પુસ્તકમાં બ્રેન્ટના વિવિધ સમુદાયોની દૈનિક ધાર્મિક વિધિઓને કેપ્ચર કરી છે. ખાસ કરીને આફ્રો-કેરેબિયન અને આઇરિશ વંશના લોકો ઘરે, શેરીમાં અને ચર્ચમાં, સરળ પ્રવૃત્તિઓમાં રોકાયેલા હોય તેવી તસવીરોનો સમાવેશ કરાયો છે. 1989-1993 દરમિયાન આ તસવીરો ખેંચવામાં આવી છે, જે આપણને રોજિંદા જીવનમાં જોડાણ અને પ્રતિબિંબ માટેની સતત તકોની યાદ અપાવે છે.

પુસ્તકનો પરિચય આપતા કેરીલ ફિલિપ્સ કહે છે કે ‘’રોય મહેતાએ બ્રેન્ટમાં વસેલા બહુજાતીય ચહેરાઓનો સમાવેશ આ પુસ્તકમાં કર્યો છે. વસાહતીઓના આ ચહેરા જાણે કહે છે કે તેઓ બ્રિટિશ સપનાઓથી રંગીન રહે છે, અને તેઓ એક જોમ પ્રગટાવે છે જે સૂચવે છે કે, સરળ બનો, છેવટે બધું સારું થઈ જશે.’’

ઓટોગ્રાફ ધ એસોસિએશન ઓફ બ્લેક ફોટોગ્રાફર્સના ડિરેક્ટર ડૉ માર્ક સીલી MBE, કહે છે કે ‘’મને આ ફોટોગ્રાફ્સ પ્રિય છે કારણ કે તે મને એવો સમય બતાવે છે કે જ્યારે વિવિધ વિષયો સાથે સાંસ્કૃતિક અને રાજકીય એકતા ઘડાઈ રહી હતી.’’

રોય મહેતા લંડન સ્થિત એક સુસ્થાપિત ફોટોગ્રાફિક આર્ટિસ્ટ છે અને વ્યક્તિગત અને વ્યાપારી પ્રોજેક્ટ્સ પર કામ કરવાનો ત્રીસ વર્ષનો વ્યાવસાયિક અનુભવ ધરાવે છે. તેમના અન્ય બે પુસ્તકો અને પ્રોજેક્ટ્સ ટીસ્ટન્ટ રીસેશન્સ અને કોસ્ટલાઇન પ્રસિધ્ધ થઇ ચૂક્યા છે. રોય ફોટોગ્રાફર બન્યા ત્યારથી તેમનું કાર્ય નિયમિતપણે સાંસ્કૃતિક ઓળખ સાથે જુદી જુદી રીતે સંકળાયેલું છે. તેઓ હાલમાં મુંબઈમાં નવું કામ કરી રહ્યા છે. આ નવું કાર્ય બીજી પેઢીના ઇમિગ્રેશન અને પરિણામે ક્રોસ-કલ્ચર પ્રવાહિતાની શોધ કરે છે. તેમનું કાર્ય ઓટોગ્રાફ, હિસ્ટોરિક ઈંગ્લેન્ડ, ધ લાઈબ્રેરી ઓફ બર્મિંગહામ, ધ હેરિસ મ્યુઝિયમ એન્ડ આર્ટ ગેલેરી અને આઈકેએસ કલેક્શન, જર્મનીના કાયમી સંગ્રહોમાં જોવા મળે છે. તેમની આર્કાઇવ્ઝ ધ લૌરા નોબલ ગેલેરીમાં https://www.lauraannnoble.com/artist#/roy-mehta પણ ઉપલબ્ધ છે.

પુસ્તક ધ યર 1000, રિવાઈવલ લંડન 1989-1993માં કેરીલ ફિલિપ્સ દ્વારા પરિચય આપવામાં આવ્યો છે.

આ પ્રોજેક્ટને બ્રેન્ટ 2020 લંડન બરો ઓફ કલ્ચર, આર્ટસ કાઉન્સિલ નેશનલ લોટરી પ્રોજેક્ટ ગ્રાન્ટ અને સ્પેક્ટ્રમ ફોટોગ્રાફિક દ્વારા ઉદારતાથી સમર્થન આપવામાં આવ્યું છે.

બ્રેન્ટ 2020 લંડન બરો ઓફ કલ્ચર ઇનીશીએટીવ અને આર્ટસ કાઉન્સિલ નેશનલ લોટરી ફંડના ભાગરૂપે પુસ્તકોની નકલો લાયબ્રેરીઓ, શાળાઓ અને કોલેજો દ્વારા સ્થાનિક સમુદાયને ભેટ આપવામાં આવશે. ફોટોગ્રાફ્સનું ડિજિટલ આર્કાઇવ બ્રેન્ટ મ્યુઝિયમ્સ અને આર્કાઇવ્સને ભેટ આપવામાં આવશે.

ક્યુરેટર અને કલાકાર લૌરા નોબલે ક્યુરેટ કરેલા આ તસવીરોનું પ્રદર્શન માર્ચ 2022માં નોર્થ વેસ્ટ લંડનમાં ખુલશે.

Book : REVIVAL, LONDON 1989-1993

Publishers : Hoxton Mini Press

Author / Photography: Roy Mehta

Price : £25.