ઈસ્ટ લંડનના 755 હાઈ રોડ, લેટોનસ્ટોન ખાતે આવેલી બટ્ટ કબાબીશ ગ્રીલ એન્ડ કરી રેસ્ટોરંટ અને 534 લી બ્રિજ રોડ પર આવેલી ડીઝર્ટ ઇન રેસ્ટોરાંમાં ઉંદરની લીંડીઓ અને જંતુઓ મળ્યા બાદ બંધ કરાવાઇ હતી.
બટ્ટ કબાબીશ ગ્રીલ એન્ડ કરી રેસ્ટોરંટ અંગે ફરિયાદ મળતા તપાસ કરાતા કબાબ હાઉસના ફ્લોર પરથી, ખાદ્યપદાર્થોના સંગ્રહ માટે ઉપયોગમાં લેવાતી છાજલીઓ પરથી અને ચોખાના ડબ્બામાંથી ઉંદરોની લીંડીઓ હોવાનું જણાયું હતું. ચોખાની થેલીઓને ઉંદરો દ્વારા કોતરવામાં આવી હતી અને તેમાંથી ચોખા ઢળી રહ્યા હતા. તો પરિસરમાં ગંદકી, ગ્રીસ અને કચરો હતો તથા રસોડામાં ફ્લોર પર ગંદકી સાથે સ્વચ્છતાની સ્થિતિ ખૂબ જ નબળી હતી. થેમ્સ મેજિસ્ટ્રેટ કોર્ટે 9 જૂનના રોજ કાઉન્સિલને £1,591.86નો ખર્ચ ચૂકવવા આદેશ આપ્યો હતો. રેસ્ટોરંટને પુનઃનિરીક્ષણ બાદ ફરીથી ખોલવા મંજૂરી આપવામાં આવી હતી. કોર્ટે વોલ્ધામ ફોરેસ્ટ કાઉન્સિલને £1,237.13 નો ખર્ચ ચૂકવવા આદેશ આપ્યો હતો.
બીજા કેસમાં 23 જૂનના રોજ, 534 લી બ્રિજ રોડ પર, ડેઝર્ટ ઇન ખાતે અધિકારીઓની તપાસમાં ‘સમગ્ર પરિસરમાં સ્વચ્છતાના અભાવ’ હોવાનું અને ઉંદરો અને વાંદાઓનો ઉપદ્રવ હોવાનું જણાયું હતું. સ્ટીકી બોર્ડ ટ્રેપ પર ચોંટેલો એક મૃત ઉંદર અને ઘણા વાંદા મળી આવ્યા હતા. કોર્ટે કાઉન્સિલને £1,237.13 નો ખર્ચ ચૂકવવા આદેશ આપ્યો હતો.